પોર પાસે આવેલા રામનાથ ગામની પ્રાથમિક શાળામાં આનંદ મેળો ધામધૂમથી યોજાયો હતો. શાળાના વિદ્યાર્થીઓએ મોટાઓના માર્ગદર્શન અને થોડીઘણી મદદ સાથે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી. બાળકોની સર્જનાત્મકતા અને મહેનતને પ્રોત્સાહિત કરવા માટે શાળાના પ્રાંગણમાં વાનગીઓના અલગ-અલગ સ્ટોલ ગોઠવાયા હતા.પાણીપુરી, સમોસા, ગાજરનો હલવો, ખમણ સહિતની વિવિધ વાનગીઓ વિદ્યાર્થીઓએ મોટા લોકોની માર્ગદર્શિકા સાથે તૈયાર કરી હતી. આ પ્રક્રિયામાં બાળકોને રસોઈ કળા, આયોજન, ટીમવર્ક અને જવાબદારી જેવી મહત્વપૂર્ણ બાબતો શીખવા મળી હતી.આનંદ મેળો જોવા માટે અને બાળકો દ્વારા બનાવેલી વાનગીઓનો સ્વાદ માણવા ગામની બહેનો, યુવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં શાળા કેમ્પસમાં ઉમટી પડ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાની બનાવેલી વાનગીઓ વેચાતા વિશેષ આનંદ અનુભવ્યો હતો, જ્યારે વાલીઓ અને ગ્રામજનો એ બાળકોના પ્રયાસો જોઈ ગર્વ અનુભવ્યો હતો.શાળાના શિક્ષકોએ જણાવ્યું હતું કે આનંદ મેળો વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તેમજ સર્જનાત્મક વિકાસનું મહત્વનું મંચ સાબિત થયો છે. મેળામાં ગામના લોકો અને બાળકોનો ઉત્સાહ અને આનંદ જોવા જેવો રહ્યો હતો.
બ્યુરો ચીફ – હિતેશ પટેલ, પોર-કરજણ
