પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના ટોયલેટ માંથી વડોદરા રેલવે એસ ઓ જી ની ટીમે 19.860 કિલો રૂપિયા 9.93 લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.રવિવારે રેલ્વે એસ ઓ જીની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન ટીમ પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ કરી રહી હતી ત્યારે વહેલી સવારે ચાર વાગે ટ્રેન મકરપુરા રેલવે સ્ટેશનથી પસાર થયા બાદ કોચ નંબર એસ થ્રી માં તપાસ શરૂ કરી હતી.આ દરમિયાન પોલીસને ટોયલેટ માંથી ગાંજા નું મોટો થેલો મળી આવ્યો હતો.પોલીસે ટ્રેનમાં તે થેલો કોનો છે સહિતની તપાસ શરૂ કરી હતી પરંતુ કોઈ જાણકારી મળી ન હતી. પોલીસે તે થેલો લઈને તપાસ કરતા તેમાંથી 19.860 કિલો 9.93 લાખનો ગાંજો મળી આવ્યો હતો ભીનવાસી મળેલા ગાંજા ને લઈને વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.આ ગાંજો બે બે કિલોના પ્લાસ્ટિક બેગમાં તેમજ તેને કેટલાક પેકેટ ગિફ્ટ રેપ કરીને થેલામાં મૂકવામાં આવ્યા હતા ટ્રેનની ઉપર સનમાઈકાને કાઢીને તેના ઉપર ગાંજા નો મોટો થયેલો છુપાવાય છે અને ત્યાં થોડી જગ્યા રાખી દેવાય છે જેથી કોઈ વ્યક્તિ તે સન્માઈકાને થોડું ખેંચે એટલે થયેલો નીચે આવી જાય અને સનમાઈકા તૂટી જાય છે.પોલીસ દ્વારા જણાવ્યું હતું કે મોટી માત્રામાં ગાંજાની હેરફેર કરતા સમયે તેની પુષ્કળ ગંધ આવતી હોય છે જોકે ગંદ ન આવે એટલે ગાંજાના પેકેટને મશીનથી પ્લાસ્ટિક બેગ તેમજ મોટી સેલોટેપ વડે પેક કરાય છે ટ્રેનમાંથી 10 ગાંજા ના પેકેટ મળ્યા હતા પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
