ફેમિલી કોર્ટ થી 34 માસની સજા પામેલ વચગાળાના જામીન ફરાર પાકા કામના કેદીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદથી શોધી કાઢ્યો હતો
વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ નાસતા ફરતા આરોપીઓની ટેકનિકલ અને હ્યુમન સોર્સીસ આધારિત સતત તપાસમાં રહી હતી દરમિયાન વડોદરા શહેર નામદાર ફેમિલી કોર્ટના ગુનામાં 34 માસની સજા પામેલ આરોપી લલિતકુમાર છબીલદાસ અંગનાની હાલ રહે સંતાનુંજ બંગલોઝ હરિદ્વાર સોસાયટીની પાછળ નરોડા, અમદાવાદ શહેર મૂળ રહે નંદ નગર ગીતાંજલિ ગલી પારસદ ચિતાર બિયાવર જિલ્લા અજમેર રાજસ્થાનને સજા કાપવા વડોદરા મધ્યસ્થ જેલ ખાતે રાખવામાં આવેલ હોય અને સદર કેદીએ તારીખ
14 -5- 2021 થી તારીખ 13 -8- 2021 સુધી દિન 90 ની વચગાળાના જામીન રજા ઉપર મુક્ત કરવામાં આવેલ હોય સદર કેદી ને 14- 8- 2021ના પરત વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું તે હાજર નહીં થઈ બારોબાર ફરાર થઈ જતા આ ફરાર કેદી ને શોધી કાઢવા જેલ વિભાગ તરફથી પત્ર આવતા સદર કેદીની ટેકનિકલ તેમજ હ્યુમન સોરસીસ આધારિત માહિતી મેળવતા આ કેદી અમદાવાદ શહેર ખાતેના પોતાના ઘરે આવેલ હોવાની હકીકતની આધારે ટીમે અમદાવાદ શહેર ખાતે જઈને માહિતી વાળી જગ્યાએ ખાનગી વોચ રાખી આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપીની પ્રાથમિક પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન પોતે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે 34 માસની સજા પામેલ પાકા કામનો કેદી હોવાનું હકીકત જણાવતા કેદીને હસ્તગત કરી તેની બાકી રહેલ સજા કાપવા સારું વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સુપ્રત કરેલ હતો
