ઘર ફોડ વાહનચોરી પ્રોહીબિશન તથા ચેન સ્નોચિંગના ગુનાઓમાં સેન્ડવાયેલા
પાંચ ઇસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે
ગુનેગારોની સતત ચાલતી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મેળવવા માટે પોલીસ મથકે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી આવા ગુનાઓમાં ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારિ હેઠળ અટકાયતી પગલા લેવાની પોલીસ કમિશનરે સૂચના કરેલ હોય ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા સન્નીસિંગ સીકલીગર રહે વીમા દવાખાના પાસેનું પોલીસ કમિશનરે પાસા વોરંટ ઈસ્યુ કરતાં સમા પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટ બજવણી કરી રાજકોટ જેલ ખાતે મોકલી આપ્યો છે. પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ બલિન્દ્રકુમાર ચૌહાણ રહેગામ પીપરા ઝારખંડ ની પ્રવૃત્તિ અંકુશમાં લાવવા
પોલીસ કમિશનર નરાસીમ્હા કોમાર દ્વારા આ ઇસમનું વોરંટ ઈસ્યુ કરતા જવાહર નગર પોલીસે પાછા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ જામનગર જેલમાં મોકલ્યો છે અન્ય બનાવમાં ચેઈન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાય સચિનસિંગ સીકલીગર રહે વારસિયાની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું પોલીસ કમિશનર દ્વારા પાસા વોરંટ ઈસ્યુ કરતા મકરપુરા પોલીસ દ્વારા પાસા વોરંટ ની બજવણી કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે. પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ વિષ્ણુ ભાલીયા રહે વડસર ગામના નામનું પોલીસ કમિશનર તરફથી પાસા વોરંટ ઈસ્યુ કરતા અટલાદરા પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે. ઘર ફોડ ચોરીમાં સંડોવાયેલ આરોપી કરણસિંહ સીકલીગર રહે વીમા દવાખાના પાસે વારસિયાના નામનું પોલીસ કમિશનર નરસિંહમાં કોમર તરફથી પાસા વોરંટ ઈફ કરતા મકરપુરા પોલીસ દ્વારા પાસા વોરંટ ની બજવણી કરી ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.
