વડોદરા શહેર દબાણ શાખા દ્વારા પ્રતાપનગર થી સોમા તળાવ માર્ગ પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.વડોદરા શહેરની દબાણ શાખા એ આજે પ્રતાપનગરથી સોમા તળાવ તરફના માર્ગ પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી આ રોડ સામાન્ય રીતે ટ્રાફિકથી ભરપૂર રહેતો હોવાથી માર્ગ પર આવેલા દબાણો દૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ટીમ સ્થળ પર પહોંચી જે બાદ દુકાનોના ઓટલા તોડવાની કાર્યવાહી કરવામાં આવી. હતી ઉપરાંત આ માર્ગ પર નાના–મોટા કારખાના દુકાનોનો માલ સામાન આગળ વધારી દેવાતો હોય તે લોકોને પણ દબાણ શાખા દ્વારા સૂચના આપવામાં આવી હતી.ઉલ્લેખની છે કે રોજ બરોજ દબાણ શાખા વિવિધ વિસ્તારોમાં દબાણ દૂર કરવા માટે પહોંચે છે જ્યાં લારી ગલ્લા સહિતની દબાણ દૂર કરે છે પણ આ દબાણ શાખા મોટા માથાના ઓના ગેરકાયદેસર દબાણો સામે હાથની અદબ મોઢે આંગળી મૂકી મૂક પ્રેક્ષક બની બેસી જાય છે ખરેખર શહેરમાંથી દબાણ દૂર કરવા હોય તો શરૂઆત મોટા માથાના દબાણોથી થાય તો દબાણ શાખા અને પાલિકા તંત્રની સાચી કામગીરી દેખાય
