દુમાડ ચોકડી નજીક નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો છોટાહાથી ટેમ્પો પલટી મારીને ડિવાઈડર કૂદીને અન્ય સાઇટ ઉપર જતો રહ્યો હતો અકસ્માતમાં ટેમ્પો ચાલકનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે તેની સાથેના એક વ્યક્તિને ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો મળતી પ્રાથમિક માહિતી અનુસાર મૃતકના 9 મહિના અગાઉ જ લગ્ન થયા હતા અકસ્માત છાણી પોલીસ સ્ટેશનની હદમાં દુમાડથી જીએસએફસી બ્રિજ તરફ જતા મેન હાઇવે ઉપર બન્યો હતો બંને યુવકો ડીલેવરી બોય હોય સામાન લઈને જતા હતા તે દરમિયાન છોટા હાથી ટેમ્પો પલટી ખાઇ ગયો હતો અકસ્માતમાં છોટાહાથી ટેમ્પો ચલાવી રહેલા કલ્પેશભાઈ માળીને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતમાં કિરણ મકવાણાને ઇજા પહોંચી છે તેને તાત્કાલિક એસ એસ જી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો અકસ્માત સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
