વડોદરામાં નશાના વેપાર સામે જન આક્રોશ રેલી યોજાઈ હતી દારૂબંધીનુ કડકાઈથી અમલ કરવાની માંગ કરવામાં આવી હતી.ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વડોદરામાં કેટલાક સ્થળો પર ખુલ્લેઆમે દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું હોવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. જાગૃત નાગરિકોએ નશાના વધતા કારોબાર થી કંટાળીને આજે મોટી સંખ્યામાં જાગૃત લોકોએ એકત્ર થઈ જન આક્રોશ રેલી કાઢી હતી.રેલીનો પ્રારંભ ન્યાય મંદિર પાસેના ભગતસિંહ ચોકથી કરવામાં આવ્યો હતો. રેલી દરમિયાન નાગરિકોએ સૂત્રોચારો કરતા જણાવ્યું કે “ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કાગળ પર છે, પરંતુ ધરાતલ પર પોલીસની ઈચ્છાશક્તિનો અભાવ હોવાથી બુટલેગરો બેફામ દારૂ વેચી રહ્યા છે.”નાગરિકોએ આક્ષેપ કર્યો કે ખાખી અને ખાદીના છુપા આશીર્વાદને કારણે જ ગુજરાતમાં સૌથી વધુ નશાનો વેપાર ફુલીફાલી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં અંગ્રેજી તેમજ દેશી દારૂનું વેચાણ થતું હોવાની પણ લોકોએ આક્ષેપો કર્યા હતા. નશાની વધતી લતને કારણે યુવા પેઢી ખોટી દિશામાં વળી રહી છે, જ્યારે નશો કરનારાઓના પરિવારો પાયમાલ થઈ રહ્યા હોવાની લોકોમાં વ્યાપક ચિંતા દેખાઈ .રેલી પોલીસ ભવન ખાતે પહોંચી હતી, જ્યાં તેમણે દારૂના વેપાર અને નશાના ગેરકાયદેસર કારોબાર પર તાત્કાલિક કડક નિયંત્રણ લાવવા માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું રજૂઆત કરી હતી.નાગરિકોએ સ્પષ્ટ કર્યું કે જો પોલીસે ઈચ્છા શક્તિથી કામ કરે તો નશાનો વેપાર બંધ થવામાં સમય નથી લાગતો. હવે શહેરવાસીઓની નજર છે કે વહીવટી તંત્ર તાલુકા–શહેરમાં ચાલતા નશાના જાળને તોડવા કયા પગલા લે છે.
