વડોદરા શહેર નજીક નેશનલ હાઈવે ઉપર છેલ્લા ઘણા સમયથી ચાલતા દેહવ્યાપારના ધંધાનો મકરપુરા પોલીસે પર્દાફાશ કર્યો હતો કુટનખાણાની મહિલા સંચાલિકા સહિત 13 જેટલા ગ્રાહકોને ઝડપી પાડ્યા છે વડોદરા શહેર નજીક આવેલા અમદાવાદ સુરત નેશનલ હાઇવે ઉપર છેલ્લા ઘણા સમયથી ચાલતા દેહવેપારના ધંધાનો મકરપુરા પોલીસે પર્દાફાશ કર્યો છે પોલીસે બાતમીના આધારે છાપો મારીને કુટણખાણાની મહિલા સંચાલીકા સહિત 13 ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા.મકરપુરા પોલીસને બાતમી મળી હતી કે હાઈવે નજીક ઝુપડાઓ બનાવીને ગેરકાયદેસર રીતે કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે સંચાલકો બહારથી સ્ત્રીઓને લાવીને તેમની પાસે દેહ વેપાર કરાવતા હતા. બાતમીના આધારે મકરપુરા પોલીસની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. પોલીસની રેડ દરમિયાન કુટણખાનું ચલાવતી મહિલા સંચાલક અને ત્યાં હાજર તેર જેટલા ગ્રાહકો પોલીસના હાથે ઝડપાયા હતા.પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ અનૈતિક વ્યાપાર અટકાવવાના અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ ગેરકાયદેસર ધંધાના મૂળ સુધી પહોંચવા અને તેમાં સંડોવાયેલા અન્ય લોકોની તપાસ માટે મકરપુરા પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે
