વરણામા પોલીસે પ્રોહીબીશનનો ગણના પાત્ર કેસ શોધી કાઢી બે આરોપીની ધરપકડ કરી હતી જ્યારે એક મહિલા આરોપીને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વરણામાં પોલીસને બાથમી મળી હતી કે પોર રમણ ગામડી જીઆઇડીસી માં આવેલ પ્લોટ નંબર 182 વાળા ગોડાઉનમાં વિનુભાઈ સનાભાઇ રાઠોડ હાલ રહે એ 10 સાનિધ્ય ડુપ્લેક્સ સાહી ચોકડી પાસે માજલપુર વડોદરા શહેર
મૂળ રહે મકાન નંબર 201 શુભ ફ્લેટ સાઈ ચોકડી પાસે માજલપુર વડોદરા શહેરનો બહારથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવીને ગોડાઉનમાં રાખે છે અને મોટા પ્રમાણમાં તેનું ગેરકાયદેસર વેચાણ કરે છે અને હાલમાં ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો મુકેલ છે જે વાતની આધારે પોલીસે રેડ કરતા ગોડાઉનમાં એક પુરુષ તથા એક સ્ત્રી એમ બે જણા હાજર મળી આવેલ બંનેનું નામ પૂછતા વિનુભાઈ રાઠોડ તથા શીલાબેન ડોડીયા હોવાનું જણાવેલ ગોડાઉનમાં તપાસ કરતાં 17, લાખ77 હજાર ,860 નો પ્રોહી મુદ્દામાલ તથા ચાર નંગ મોબાઈલ એક અલ્ટો કાર મળી કુલ 20 લાખ 47, હજાર 860 નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો. વિનુભાઈ રાઠોડ એ જણાવેલ કે આ દારૂનો જથ્થો સોનલબેન ઠાકોરનો છે બંને આરોપીની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે સોનલબેન ઠાકોરને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે.
