કારેલીબાગ વિસ્તારમાં માત્ર 7000 રૂપિયાના કિરાણા બીલના કારણે પાડોશી દુકાનદારે બીજા દુકાનદાર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો આખી ઘટના સીસીટીવી માં કેદ થઈ છે કારેલીબાગ પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ પ્રશાંત એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી રાજીશકુમાર શીયપા એ જણાવ્યું હતું કે તેઓ કારેલીબાગ વિસ્તારમાં આવેલ માનસિક આરોગ્ય કેન્દ્ર સામે શ્રી ગુરુવાયુંરપ્પન ટાયર સર્વિસ નામની ટાયર ની દુકાન ચલાવે છે તેઓ પોતાની દુકાને હતા અને રસ્તા પર ઘાયલ થયેલા કુતરાનો વિડીયો બનાવી એનિમલ રેસક્યુ ટીમને જાણ કરવાની તૈયારી કરી રહ્યા હતા આ જ સમયે પાડોશમાં આવેલી સત્વ જીવન પ્રોવિઝન સ્ટોરના માલિક સત્યેન માધવલાલ પટેલે તેમને પોતાની દુકાને બોલાવ્યા હતા જ્યાં તેમને રાજીશ કુમારને જણાવ્યું હતું કે તેઓ અને તેમના પરિવારજનો દુકાનેથી વેફર પાનીપુરીનો મસાલો તથા અન્ય ઘરવખરી નો સામાન લઈ જાય છે અને તેમનું આશરે 7000 રૂપિયા બિલ બાકી છે જેની તાત્કાલિક ચુકવણી કરવા દબાણ કર્યું હતું. રાજીશ કુમારે પૈસા હાલ ન હોવાથી થોડા દિવસમાં ચૂકવી આપવાનું કહ્યું હતું જેથી સત્યેન પટેલ ગુસ્સે થઈ ગયા હતા તેમને બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું અને રાજીશ કુમારને ગાળો આપી હતી અને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા ત્યારબાદ નાક ઉપર મૂકો માર્યો હતો ને ઢોરમાર માર્યો હતો. હુમલાબાદ રાજીશ કુમારના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું અને હાથમાં તીવ્ર દુખાવો થયો હતો તેઓ ત્યાંથી નીકળીને પોતાના મામા પિયુષભાઈ ઠાકોરભાઈ અમીન ના ઘરે ગયા હતા જેથી તેમના મામા તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ડોક્ટરે એક્સરે કરાવતા રાજેશ કુમારના નાક તથા ડાબા હાથના કાંડામાં ફેક્ચર હોવાનું નિદાન થયું હતું. હાલ તેમની સારવાર ચાલી રહી છે સમગ્ર મામલે બનાવ સીસીટીવી માં પણ કેદ થયો છે કારેલીબાગ પોલીસે સત્યેન પટેલ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
