સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી માન. નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી શરૂ કરાયેલ “સરદાર @150 યુનિટી માર્ચ” રાષ્ટ્રીય પદયાત્રાનું આજ રોજ વડોદરા જિલ્લામાં ભવ્ય સ્વાગત સાથે આગમન થયું.કરમસદથી પ્રારંભ થયેલી આ પદયાત્રાને મુખ્યમંત્રી માન. ભૂપેન્દ્રભાઈ પટેલે તા. 26 નવેમ્બરે હરિ ઝંડી બતાવી શરૂ કરાવી હતી. પદયાત્રા આજે સિંધરોટ માર્ગ થકી વડોદરા શહેરમાં પ્રવેશી હતી, જ્યાં શહેરભરમાં વિવિધ સ્થળોએ નગરજનો, સામાજિક સંસ્થાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું.વડોદરામાં પદયાત્રાનું પરિભ્રમણ તા. 29 નવેમ્બરે ગોત્રી–સેવાસી વિસ્તારમાં જાયડસ કંપની નજીકથી શરૂ થશે. આ રાષ્ટ્રીય પદયાત્રામાં સંયોજક તથા સાંસદ ડૉ. હેમાંગભાઈ જોષી વડોદરા શહેર બીજેપી અધ્યક્ષ ડૉ. જયપ્રકાશભાઈ સોની, મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, મુખ્ય દંડક માન. બાળકૃષ્ણભાઈ શુકલ, મેયર શ્રીમતી પિંકીબેન સોની, ધારાસભ્યો તથા કોર્પોરેશનના પદાધિકારીઓ મોટી સંખ્યામાં જોડાશે.પદયાત્રાના વડોદરા પ્રવેશના અવસરે ખાસ કાર્યક્રમ તરીકે તા. 29 નવેમ્બર, શનિવારના રોજ સાંજે 7.00 વાગ્યે નવલખી ખાતે લોકપ્રિય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત લોકકલાકાર શ્રી કીર્તીદાન ગઢવીનું ભવ્ય લોક-ડાયરો યોજવામાં આવ્યું છે.અખંડ ભારતના શિલ્પી અને રાષ્ટ્રના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને અર્પણ સ્વરૂપે યોજાઈ રહેલી આ રાષ્ટ્રીય પદયાત્રા અંતર્ગત વડોદરા શહેર સ્વાગત સમિતિએ સંસ્કારી નગરીના તમામ નગરજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
