વડોદરા શહેરના વડસર બ્રિજ પર આજે સવારે બનેલા અકસ્માતથી ટ્રાફિક વ્યવસ્થા થોડાક સમય માટે ખોરવાઈ ગઈ હતી. માહિતી મુજબ બે ફોરવીલર વચ્ચે અચાનક જોરદાર ટક્કર થતા બ્રિજ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો।અકસ્માત એટલો જોરદાર હતો કે બંને કારને મોટું નુકસાન થયું હતું. ટક્કર બાદ બ્રિજ પર વાહનોની લાંબી કતાર લાગી જતાં વાહન ચાલકોને ધીમે ધીમે આગળ વધવું પડ્યું હતું અને ભારે વાહન વ્યવહાર જામનો સામનો કરવો પડ્યો હતો.ઘટના અંગે જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ટ્રાફિક નિયંત્રણમાં કરી રસ્તા પરની અવરજવર નિયમિત બનાવી હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજા થઈ હોવા અંગેના સમાચાર પ્રાપ્ત થયા નથી.અકસ્માતના કારણે થોડા સમય માટે અવરજવર પ્રભાવિત થઈ હતી પરંતુ પોલીસની ઝડપભરી કાર્યવાહીથી પરિસ્થિતિ સામાન્ય બની હતી.
