મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા તેમજ ગાયકવાડ શાસન દ્વારા વડોદરા શહેરને અને ઐતિહાસિક ઈમારતો ભેટમાં આપી છે આજના શાસકો નવું તો કઈ કરી શકતા નથી પણ જે ઐતિહાસિક ઇમારતો છે તેની જાળવણી પણ કરી શકતા નથી ઐતિહાસિક માંડવી ઇમારતની જર્જરીત અવસ્થાને લઈને શહેરના હેરિટેજ પ્રેમીઓ તેમજ લોકોમાં સત્તાધિશો અને વહીવટી તંત્ર સામે નારાજગી છે હાલમાં જ વડોદરા શહેરમા 25મી નવેમ્બરે 514 વર્ષની ઉજવણી કરાઈ છે શાસકોને નવીન બ્રિજ બનાવવામાં રસ છે એક જ રસ્તા ઉપર વારે ઘડીએ નવીન રસ્તા બનાવવામાં રસ છે પોતાના નામના બાંકડા મુકવામાં રસ છે પણ જે ઐતિહાસિક ઇમારતો વડોદરાને ગૌરવ અપાવી રહી છે એ ઇમારતોની જાળવણી પ્રત્યે સત્તાધીશો અને વહીવટી તંત્ર અસંવેદનશીલ બન્યું છે. ઐતિહાસિક ઈમારત માંડવી દરવાજાની જાળવણી અને સમારકામ માટે વિઠ્ઠલ મંદિરના હરિઓમ મહારાજ છેલ્લા 2 29 દિવસથી તપ કરી રહ્યા છે વહીવટી તંત્ર અને શાસકો માટે શરમજનક વાત છે એક વ્યક્તિ ઈમારતની જાળવણી માટે તપ કરે અને બીજી તરફ વહીવટી તંત્રના અધિકારીઓને સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી. આજે સમગ્ર બાબતે વિઠ્ઠલ મંદિરના હરિઓમ વ્યાસ મહારાજ દ્વારા ફરી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. હેરિટેજ ઈમારતો બચાવવાના આ આંદોલનમાં શરૂથી જ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી પણ પ્રયત્નશીલ છે તેઓએ પણ આજે હેરિટેજ પ્રત્યે દુર્લક્ષ કરાતા હોવાના મુદ્દે તંત્ર સામે આક્રોશ પ્રકટ કર્યો હતો. સાથે જ ઋત્વિક જોશી દ્વારા સાંસદ હેમાંગ જોશી ને પણ સવાલો કર્યા હતા તથા જાહેરમાં ડિબેટ કરવાની જ ચેલેન્જ આપી હતી તેઓએ આક્રોશ સાથે કેટલીક બાબતોને લઈને સવાલો કર્યા હતા. તેમજ નારાજગી વ્યક્ત કરી હતી.
