FLO વડોદરા દ્વારા નેશનલ સાઇબર સિક્યુરિટી એક્સપર્ટ ડોક્ટર રક્ષિત ટંડન દ્વારા માસ્ટર ક્લાસ ઓન સાઇબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન નો હાઈ ઇમ્પેક્ટ કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજન
FLO વડોદરા ચેપ્ટર તેની અધ્યક્ષ શ્રીમતી શિવાની પટેલના નેતૃત્વ હેઠળ નેશનલ સાઇબર સિક્યુરિટી એક્સપર્ટ અને સાઇબર ફોરેન્સિક તથા એથીકલ હેકિંગમાં વિશેષતા ધરાવતા ક્રાઈમ ઇન્વેસ્ટિગેટર ડો.રક્ષિત ટંડન દ્વારા માસ્ટર ક્લાસ ઓન સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન નામના હાઈ ઇમ્પેક્ટ ઇવેન્ટ નું સફળ આયોજન કર્યું બે દાયકાથી વધુ અનુભવ ધરાવતા ડોક્ટર રક્ષિત ટંડન ભારતમાં સૌથી માનનીય સાયબર સિક્યુરિટી નિષ્ણાતો માંથી એક છે. આ ઇવેન્ટમાં વિવિધ વિભાગોના 400 થી વધારે પોલીસ અધિકારીઓએ હાજરી આપી હતી. જે ઉત્તમ પ્રતિસાદ દર્શાવે છે ડોક્ટર રક્ષિત ટંડને રીયલ લાઇફ કેસ સ્ટડીઝ ઇન્વેસ્ટીગેશન ફ્રેમવર્કેસ થ્રેટ પેટર્નસ ફોરેન્સિક પદ્ધતિઓ અને આધુનિક કાયદા અમલ માટે જરૂરી પ્રિવેન્ટીવ સ્ટેટજીઝ જેવા વિષયોને આવરી લેતા અત્યંત જ્ઞાનવર્ધક અને ઊંડાણપૂર્વક માસ્ટર ક્લાસ પ્રસ્તુત કર્યું. આ અવસરે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમા કોમાર એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ FLO અધ્યક્ષ શિવાની પટેલ સાઇબર સિક્યુરિટી નિષ્ણાંત ડો રક્ષિત ટંડન FLo કમિટી સભ્ય નેહા પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન Flo વડોદરા એ શી ટીમના છ સમર્પિત પોલીસ અધિકારીઓને મહિલાઓની સુરક્ષા અને સમાજ રક્ષણ માટેના તેમના અભૂતપૂર્વ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માન એફએલોની કાયદા અમલ એજન્સીઓને સહયોગ આપવા અને જાહેર સુરક્ષા પહેલોને મજબૂત બનાવવાની પ્રતિબંધતાને રેખાંકિત કરે છે. એફ એલ ઓ વડોદરા એ સાયબર અને ફોરેન્સિક એસ્પર્ટ મયુર ભુસાવળકર નું પણ સન્માન કર્યું હતું જેમણે એફ એલ ઓ વડોદરા ની નેશનલ ડિજિટલ લિટ્રેસી પહેલ હેઠળ સાયબર સિક્યુરિટી અવેરનેસ ને પ્રોત્સાહિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.એફ એલ ઓ વડોદરા ના અધ્યક્ષ શ્રીમતી શિવાની પટેલે આવા મહત્વપૂર્ણ સત્ર નું આયોજન કરવા અંગે ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એફ એલ ઓ વડોદરા સશક્તિકરણ જાગૃતિ અને સલામત ડિજિટલ સમાજ નિર્માણ માટે મુખ્ય હિતધારકો સાથે સહકાર માટે પ્રતિબંધ છે.માસ્ટર ક્લાસ એક રસપ્રદ કોસ્ચન આન્સર સેશન સાથે પૂર્ણ થયું જેમાં હાજર રહેલા અધિકારીઓએ ઉભરતા સાયબર ખતરાઓનો અસરકારક રીતે સામનો કરવા અને પ્રતિસાદ આપવા માટે આવશ્યક મહત્વપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું
