ડભોઇના ધારાસભ્ય તેમજ બરોડા પબ્લિક સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શૈલેશભાઈ મહેતાનો જન્મ દિવસ આજે બરોડા પબ્લિક સ્કૂલમાં અનોખી સેવાભાવી પહેલ સાથે ઉજવાયો.વાઘોડિયા રોડ પર આવેલી બરોડા પબ્લિક સ્કૂલમાં આજે ૨૬ નવેમ્બર, બુધવારના રોજ ડભોઇના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતાનો જન્મ દિવસ હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો. કાર્યક્રમમાં શાળાનાં આચાર્યા ગાયત્રીબેન વ્યાસ, કો-ઓર્ડિનેટર્સ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ ઉજવણીને વિશેષ બનાવવા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અનોખી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી. સૌએ મળીને એક-એક બિસ્કિટનું પેકેટ એકત્રિત કરી મોટી કીટ બનાવી અને તે નિશિતા રાજપૂતને ચેરીટી સ્વરૂપે અર્પણ કરી.આજ રોજ શાળાના ટ્રસ્ટી શ્રીમતી રેખાબેન શાહનો પણ જન્મ દિવસ હતો. તેમના જન્મદિવસ નિમિત્તે શાળાના સપોર્ટ સ્ટાફને અનાજની કીટ અને શાલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ રીતે સેવાભાવ તથા આનંદભર્યા વાતાવરણ વચ્ચે બરોડા પબ્લિક સ્કૂલમાં ઉજવણીનો સુંદર કાર્યક્રમ પૂર્ણ થયો.
