આજરોજ દર્ભાવતી (ડભોઈ) વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) ના 65માં જન્મદિવસ નિમિત્તે ડભોઇ ખાતે સેવાકિય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિધવા બહેનોને આશીર્વાદ સાથે ધાબળા અને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે ડભોઇની અલગ અલગ શાળાઓમાં ધારાસભ્યના પગાર ના પૈસા નું જે વચન આપ્યું હતું તે શાળા ની બાળકીઓ ને શાળાની ફી મુ વિતરણ કરાયું હતું સાથે સાથે સાર્વજનિક પાંજરાપોળ ખાતે અબોલ જીવોને ઘાસચારો ખવડાવામાં આવ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય શૈલેશ મહેતાના 65 માં જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા અંગદાન નો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ વિવિધ શાળાની બાળકીઓ દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મીનાબેન મહેતા, વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઇ પ્રમુખ શશીકાંતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ બિરેન શાહ, શહેર પ્રમુખ દીક્ષિત દવે, શહેર મહામંત્રી હિરેન શાહ, ભાવેશ પટેલ(નડા) તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને ધારાસભ્ય શૈલેષ મહેતાના જન્મદિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
