નર્મદા જિલ્લાના નેત્રંગમાંથી એક હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે… જ્યાં એક માસૂમ ધોરણ 7માં અભ્યાસ કરતી બાળકી પર ગામના જ નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો. ગંભીર હાલતમાં આ બાળકીનું સારવાર દરમ્યાન અંતે કરુણ મોત થયું છે. પરિવાર દ્વારા પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો પણ લગાવાયા છે.
નેત્રંગની આદિવાસી વસાહતમાં ગત 12મીએ આ હૃદયદ્રાવક ઘટના બની હતી. પીડિત બાળકી ને શાળામાં માથું દુખતું હોવાથી શિક્ષકોએ તેની માતાને ફોન કરી દીકરીને ઘરે લઈ જવા જણાવ્યું હતું. પરંતુ પરિસ્થિતિ એવી ઉભી થઈ કે ગામનો જ એક યુવક તેને લેવા શાળાએ આવ્યો અને પાછા જતા રસ્તામાં નરાધમે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો આ ઘટના બાદ બાળકી ગંભીર હાલતમાં મળી આવી હતી. પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પરંતુ અહીંથી શરૂ થયો બીજો આઘાત.પીડિતાની સ્થિતિ ગંભીર હોવા છતાં નેત્રંગ પોલીસના જમાદારે પરિવારજનોને કહ્યું કે “ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં સારવાર નહીં મળે” — એવો પરિવારનો ગંભીર આક્ષેપ છે.
આ ઉપરાંત પરિવારનું કહેવું છે કે પોલીસ વારંવાર કહેતી રહી કે દીકરી સહી સલામત છે, કંઈ થયું જ નથી… પરંતુ પરિવારના શબ્દોમાં — “જેની સાથે દુષ્કર્મ થયું હોય તેજ તેની ગંભીરતા જાણે!”
ઉપચારમાં થતી વિલંબની પરાકાષ્ઠા ત્યારે જોવા મળી જ્યારે બાળકી ને રાજપીપળાની હોસ્પિટલમાં પાંચ દિવસ સુધી યોગ્ય સારવાર મળી જ નહીં. અંતે પરિવારએ દીકરીને વડોદરાના એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડી હતી… જ્યાં સારવાર દરમિયાન આ માસૂમ નુ મૃત્યુ નીપજયું છે માત્ર 11 વર્ષની બાળકીની કરુણ મોતની ઘટના આદિવાસી વિસ્તારોમાં કાયદો, વ્યવસ્થા અને આરોગ્ય તંત્રની વાસ્તવિક હકીકત ઊઘાડી મૂકે છે.પીડિતાના પરિવારજનોની માંગ છે કે આરોપી સામે કડક પગલાં લેવાય અને બેદરકાર પોલીસ કર્મચારીઓ પર પણ કાર્યવાહી થાય. હવે જોવાનું એ છે કે તંત્ર આ કેસમાં કેટલી ગંભીરતા દાખવે છે.
