ડભોઇ સહિત રાજ્યના ખેડૂતો ડાંગર નાં પાકની ટેકાના ભાવે ખરીદીને લઈ છેલ્લા માવઠા બાદ થી પરેશાની ભોગવી રહ્યા હતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને ધ્યાને વાત આવતા રજૂઆત કૃષિ મંત્રીને કરવામાં આવી હતી બાદ આગામી 24મી નવેમ્બર થી ડાંગરના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે તેવી માહિતી મડી રહી હોય જેને લઇ ખેડૂતોમાં હર્ષની લાગણી અનુભવી રહ્યા છે.
ડભોઇ તાલુકામાં ડાંગર નાં પાકનું ઉત્પાદન વધુ થતું હોય છે 21000 હેકટર માં ડાંગર નાં પાક નું વાવેતર કરવામાં આવ્યું હોય જ્યારે માવઠા નાં માર બાદ ખેડૂતો પોતાની ડાંગર ને વેચવા વેપારી પાસે જાય તો તેનો પૂરતો ભાવ તેમને મળતો નથી જેને લઇ ખેડૂતોની માંગ હતી કે હવે ટેકાના ભાવે ડાંગરની ખરીદી સરકાર શરૂ કરે જેને લઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સરકાર માં રજૂઆત કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ આગામી 2 દિવસમાં એટલે કે 24મી નવેમ્બર થી ડાંગરના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ થવા જઇ રહી છે જેને લઈ ડભોઇ પંથકના ડાંગર પકવતા ખેડૂતો હર્ષની લાગણી જોવા મળી છે.
