વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી રાણી મેદાન ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત ઓપન બોક્સ (બોમ્બે સ્ટાઇલ) ડે-નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય આરંભ થયો. વોર્ડ નં. 9ની કુલ 365 જેટલી ટીમોની ભાગીદારી સાથે આ ટુર્નામેન્ટ શહેરના સૌથી મોટા ક્રિકેટ ઇવેન્ટ્સમાંની એક ગણાય છે.
ઉદઘાટન પ્રસંગે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને ત્યારબાદ બેટિંગ કરી ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, ભાજપના કારોબારી સભ્ય તથા પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગોર, વોર્ડ નં. 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, જીતુ આયરે, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, વોર્ડ નં. 9ના મહામંત્રી ઉમેશ જોષી, સયાજીગંજ વિધાનસભાની કમિટીના ચેરમેન મહુલ લાખાણી, વોર્ડ નં. 9ના પૂર્વ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ટુર્નામેન્ટની રનર્સ-અપ ટ્રોફી, ચેમ્પિયન ટ્રોફી અને ટી-શર્ટનું અનાવરણ પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું. વોર્ડ 9ની દરેક સોસાયટીમાંથી ખેલાડીઓ ટીમ બનાવીને ભાગ લે તે હેતુથી આયોજન કરાયું છે. દરેક ટીમને નિશુલ્ક ટી-શર્ટ અને ટેનિસ ક્રિકેટ કીટ આપવામાં આવી છે.
ઇનામ રકમ મા
પ્રથમ વિજેતા: રૂ. 31,000 + ટ્રોફી
દ્વિતીય વિજેતા: રૂ. 11,000 + ટ્રોફી
ટુર્નામેન્ટ 21 થી 29 નવેમ્બર દરમિયાન દરરોજ સાંજે 6 થી 10 વાગ્યા સુધી રમાશે. મોટી સંખ્યામાં ખેલાડીઓ અને પ્રેક્ષકોની હાજરીને કારણે ઝાંસી રાણી મેદાન ઉત્સાહ અને તાળીઓથી ગુંજી ઉઠ્યું હતું.
મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું કે આવા આયોજનોથી યુવાનોમાં ખેલ પ્રત્યેનો ઉત્સાહ વધે છે અને વોર્ડ સ્તરે પ્રતિભાને નવો મંચ મળે છે.
