વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં બી.એલ.ઓ સહાયક તરીકે કામગીરી કરતા એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું બીએલઓ સહાયક કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યા હતા ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. મૃતક મહિલાનું નામ ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી છે જેઓ ગોરવા મહિલા આઈ.ટી.આઈ માં નોકરી કરતા હતા આજે સવારના કડક બજાર વિસ્તારમાં આવેલ પ્રતાપ સ્કૂલમાં તેઓ ફરજ ઉપર હાજર હતા તેઓ કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યા હતા અને ત્યારબાદ સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા હાલમાં પીએમ અર્થે મૃતદેહને ખસેડવામાં આવ્યો છે પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે કે મૃત્યુનું સાચું કારણ શું છે પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ અટેકની આશંકા છે મળતી પ્રાથમિક માહિતી અનુસાર ઉષાબેન સોલંકી તિલક વાડાના વતની હતા અને હાલ સુભાનપુરા વિસ્તારમાં રહેતા હતા આ કરુણ ઘટનાથી તેમના સહકર્મીઓ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે
