અખંડ ભારતના શિલ્પી અને દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ‘આનંદ–કરમસદ યાત્રા’નું સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે ભવ્ય સ્વાગત થવા જઈ રહ્યું છે સરદાર પટેલ ની 150મી જન્મ જેયતીની ઉજવણી અંતર્ગત યુનિટી માર્ચ’ના ભાગરૂપે વડોદરા ખાતે વિવિધ આયોજનને લઈ નવી કલેકટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.
સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર (ગુજરાત):સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત ૨૬ નવેમ્બરથી ૬ ડિસેમ્બર સુધી રાષ્ટ્રીય સ્તરે ભવ્ય પદયાત્રાનું આયોજન થયું છે. આનંદ–કરમસદથી શરૂ થયેલી આ યાત્રાનું અંતિમ સ્વાગત વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવશે.તે અનુસંધાને વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાની અધ્યક્ષતામાં તૈયારી બેઠક યોજાઈ હતી. બેઠકમાં વડોદરાના મેયર પિન્કીબેન સોની, શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની, જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ, શહેર પોલીસ કમિશનર નરસિંહમ કોમાર, ધારાસભ્યો યોગેશ પટેલ અને અક્ષય પટેલ, ઉપરાંત ભાજપની પ્રદેશ ટીમ સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે. કરમસદથી કેવડિયા સુધી યોજાનારી આ રાષ્ટ્રીય પદયાત્રામાં દેશના વિવિધ રાજ્યોમાંથી આશરે ૧૫૦ પદયાત્રીઓ શરૂઆતથી જોડાઈ રહ્યા છે.વડોદરા શહેર અને જિલ્લામાં આ પદયાત્રીઓનું વિવિધ સ્થળોએ પરંપરાગત સ્વાગત, સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભવ્ય આવકાર થવાનો છે. સાથે જ સરદાર પટેલના જીવન, સંકલ્પ અને રાષ્ટ્રનિર્માણના યોગદાનને લોકો સુધી પહોંચાડવા માટે શહેર–જિલ્લા સ્તરે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.આ પદયાત્રીઓની ઉપસ્થિતિમાં પણ વડોદરામાં એક અનોખો અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવાનો છે, જેને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
