ચૂંટણીની સિઝન નજીક આવતા વિકાસ કાર્યો અધૂરા ન રહી જાય અને “તમારું તમને અર્પણ |” ના સૂત્ર સાથે રાવપુરા વિસ્તારમાં વિકાસને વધુ વેગ આપવા આજે મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.
રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુકલના હસ્તે R એન્ડ B ગ્રાન્ટ તેમજ જનભાગીદારી ગ્રાન્ટમાંથી ઇલકેશન વોર્ડ નં. 15 અને 16 માટે કુલ રૂ. 66,23,000 ના અંદાજિત ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત વોર્ડ 16 માં પેવર બ્લોક તથા કાર્પેટ સીલકોટના કામો અને વોર્ડ 15 માં આર.સી.સી. રોડ તથા કાર્પેટ સીલકોટના કામો માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
આ વિકાસ કાર્યોમાંથી રાવપુરા વિસ્તારના નાગરિકોને સુવિધાસભર માર્ગ તેમજ ઉત્તમ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ મળી રહે તેવી ધારણા વ્યક્ત થઈ છે.
