Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • SIR પ્રક્રિયામાં ચાલી રહેલી ગેરરીતિઓ અંગેના આક્ષેપો સાથે  SUCI(C) એ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
  • ગુજરાત
  • વડોદરા

SIR પ્રક્રિયામાં ચાલી રહેલી ગેરરીતિઓ અંગેના આક્ષેપો સાથે  SUCI(C) એ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું

Lokmat News Vadodara November 20, 2025 1 min read
3

વડોદરામાં SIR પ્રક્રિયામાં ચાલી રહેલી ગેરરીતિઓ અંગેના આક્ષેપો સાથે  SUCI(C) એ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું

વડોદરા શહેરમાં SIR પ્રક્રિયા દરમિયાન નાગરિકો સાથે થઈ રહેલી ગેરકાયદેસર, અસ્પષ્ટ અને અન્યાયિક કાર્યવાહી સામે સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઈન્ડિયા (કમ્યુનિસ્ટ) — SUCI(C) દ્વારા જિલ્લાધિકારીને આવેદન પત્ર સોંપીને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે શહેરના અનેક વિસ્તારોમાં BLOઓ નાગરિકોને SIR–2024ની અરજીઓ ફરજિયાત રીતે ભરાવવા દબાણ કરી રહ્યા છે અને વાસ્તવિક નાગરિકોના નામ મતદાર યાદીમાંથી કાપી નાખવાની, ખોટી નોંધણી કરવાની તેમજ નામ ખસેડી નાખવાની ગંભીર ફરિયાદો સામે આવી રહી છે.

રજુઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે BLOઓ દ્વારા 2002ની ચૂંટણીને રેફરન્સ બનાવી નાગરિકોને નામ કાપવાની ધમકી આપવામાં આવી રહી છે. કેટલીક જગ્યાએ તો મતદારયાદીમાંથી 70થી વધુ નાગરિકોના નામ કાઢી નાખવામાં આવ્યા હોવાનું જણાઈ આવ્યું છે. મતદારયાદીમાં નામ હોવા છતાં નાગરિકોને “અમાન્ય” જાહેર કરી SIR ફોર્મ નહીં ભરવાની ચેતવણી આપવામાં આવી રહી છે, જ્યારે 2002ના રમખાણોના બહાને કેટલાક પરિવારોને અનાવશ્યક રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. પાર્ટી મુજબ SIR પ્રક્રિયાનો દુરુપયોગ કરીને નાગરિકોમાં ભયનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત SUCI(C)એ આક્ષેપ કર્યો છે કે કેટલાક વિસ્તારોમાં તંત્ર પોલીસ મશીનરીનો અયોગ્ય ઉપયોગ કરી લોકોના ઘરો સામે દબાણનું વાતાવરણ ઉભું કરી રહ્યું છે, જેના કારણે નાગરિકોમાં અસુરક્ષા અને માનસિક તાણ ફેલાઈ રહ્યું છે. પાર્ટીએ માંગ કરી છે કે BLOઓ દ્વારા નાગરિકો સાથે કરવામાં આવતી ગેરરીતિઓને તાત્કાલિક બંધ કરાવવામાં આવે, SIR પ્રક્રિયાનો દુરુપયોગ રોકી નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે, 2002ના બહાને નામ કાપવાની ધમકી આપતા કર્મચારીઓ સામે કાર્યવાહી થાય અને મતદારયાદી તેમજ સરકારી દસ્તાવેજોમાં નાગરિકોને ન્યાયપૂર્ણ અને પારદર્શક વર્તન મળે તેની ખાતરી કરવામાં આવે.

આ આવેદન SUCI(C) વડોદરા જિલ્લા સંગઠનિક કમિટીના તપન દાસગુપ્તા દ્વારા સહી સાથે જિલ્લા કલેક્ટરની કચેરીમાં સોંપવામાં આવ્યું હતું.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 16

Post navigation

Previous: વરણામા ખાતે નવા VGL CNG  સ્ટેશનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું
Next: શિનોર ખાતે રૂપિયા ડબલ કરી આપવાના નામે 30 લાખની છેતરપિંડી, તાંત્રિક સહિત 7ની ધરપકડ

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.