વડીલોના આશીર્વાદ અને સૌની શુભકામનાઓ થકી મહેતા પરિવાર એક નવીન સોપાન તરફ ડગ ભર્યું છે. ગઈકાલે વડોદરા ગેસ લિમિટેડ (VGL)ના નવા CNG સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.નવા વડોદરા ગેસ લિમિટેડ સીએનજી સ્ટેશનનુ ઉદ્ઘાટન ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) તથા ધ્રુમિલ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રસીકભાઈ પ્રજાપતિ, વાધોડિયા ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાધેલા, વરણામા પોલીસ સ્ટેશનના PI એસ.જે. વાધેલા, વડોદરા તાલુકા ભાજપના માજી પ્રમુખ દેવેન્દ્રસિંહ ફતેસિંહ ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા ગેસ લિમિટેડ સીએનજી સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે ધ્રુમિલ મહેતાએ જણાવ્યું હતું કે NH-8 ઉપર વડોદરા ગેસ લિમિટેડનો પ્રથમ CNG પંપ શરૂ થયો છે, જે મુસાફરો અને સ્થાનિક નાગરિકો માટે સુવિધાજનક સાબિત થશે. તેમણે લોકને સીએનજી સ્ટેશનની મુલાકાત લઈ સેવાઓનો લાભ લેવા અપીલ કરી હતી.ઉદ્ઘાટન પ્રંસગે યોજાયેલી સત્યનારાયણ કથામાં ઉપસ્થિતો એ દર્શન–અર્ચન કર્યાં હતા તથા પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આજુબાજુના ગામોના સરપંચો, સહકારી આગેવાનો અને સ્થાનિક નાગરિકો સીએનજી સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
