દિલ્લી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર સતત બીજા દિવસે અકસ્માત સર્જાયો હતો સુરત થી અમદાવાદ તરફ જતી કાર ચાલતી ટ્રકની પાછળ ઘૂસી જતા કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે દુઃખદ મૃત્યુ નીપજ્યા હતા અને બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં મૃતક અને ઈજાગ્રસ્ત તમામ સુરતના રહેવાસી છે લક્ષ્મીપુરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો જેના પગલે હાઈવે ઉપર લોકો એકત્ર થયા હતા અકસ્માતની ઘટનાની જાણ 108 ને કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી અકસ્માતની જાણ તાલુકા પોલીસને થતા તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા તથા આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી પાદરા સીએસસી ખાતે મૃતકોના પીએમ ની કાર્યવાહી કરાઈ હતી જ્યારે બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા મૃતકોમાં મેહુલભાઈ ગલાણી કતારગામ સુરત તથા અશ્વિનભાઈ પટેલ સુરતના રહેવાસી છે જ્યારે ઈજાગસ્તોના માં પ્રશાંતભાઈ ધામેચા અમરોલી સુરત
તથા ઉમેશભાઈ વિરાણી ઉમરા સુરત ને સારવાર અર્થે ખસેડ્યા હતા. અકસાનમાં ઇજાગ્રસ્ત ઉમેશભાઈ એ જણાવ્યું હતું કે અમે સવારે જઈ રહ્યા હતા તે સમય સવારે 8:00 વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો જેમાં બે લોકોના મૃત્યુ થયા છે. અકસાનમાં બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
