વડોદરામાં સતત બીજા દિવસે વાહનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગઈકાલે કાલાઘોડા પાસેના જૂના રાજેશ્રી સિનેમા નજીક પાર્કિંગમાં ઊભેલી બે કારમાં અચાનક આગ લાગી હતી. જ્યારે આજે મકરપુરા વિસ્તારમાં વસંત વિહાર સોસાયટી પાસેથી પસાર થતી એક ચાલતી વાનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી.આગ લાગતા જ વાન ચાલક રોકીભાઈએ સમય સૂચકતા અને સમજદારી દાખવી, વાનને રોડની સાઈડમાં પાર્ક કરી દીધી અને સમયસર બહાર નીકળી જતા તેઓ મોટાં અકસ્માતમાંથી બચી ગયા હતા.આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં જ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર કર્મીઓએ વાનમાં લાગેલી આગને કાબૂમાં લઇ ઓલવવાની કામગીરી કરી હતી.સદનસીબે, ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત થયું નથી.
