સમગ્ર રાજ્યમાં હાલ સરદાર વલ્લભ ભાઈ પટેલના 150માં જન્મજયંતીની ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર રાજ્યમાં યુનિટી માર્ચ પદયાત્રા નું આયોજન જુદા જુદા સ્થાનોએ કરવામાં આવ્યું છે જે અંતર્ગત ડભોઇ તાલુકા કક્ષા ની યુનિટી માર્ચ નું આયોજન થરવાસા થી મોટા હબીપુરા સુધી યોજાઈ હતી. જેનું પ્રસ્થાન ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.
દેશના લોહ પુરુષ એવા સરદાર વલ્લભ ભાઈ પટેલ ની 150મી જન્મ જયંતી વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે 31 ઓકટોબર બાદ સમગ્ર રાજ્ય માં યુનિટી માર્ચ પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે ડભોઇ તાલુકા નાં થરવાસા પ્રાથમિક શાળા થી મોટા હાબીપુરા બી.આર.પટેલ માધ્યમિક શાળા સુધી યુનિટી માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતુ યુનિટી માર્ચ નું પ્રસ્થાન ડભોઇના ધારાસભ્ય શૈલેષ ભાઈ મહેતા નાં વરદ હસ્તે કરવામાં આવ્યું તાલુકા કક્ષા ની યોજાયેલ યુનિટી માર્ચ થરવાસા થી નીકળી મોટા હબીપુર પહોંચી હતી જેમાં યાત્રા રુટ પર આવતી નોબલ પબ્લિક સ્કૂલ ખાતે યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સંસ્થા નાં પ્રમુખ એ. એ.માધવાણી અને વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં સ્ટાફ હાજર રહી યાત્રા નું ભવ્ય સ્વાગત કર્યું હતું. બાદ યાત્રા મોટા હબીપુરાં ગામે પહોંચી હતી જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત નાયબ કલેકટર રવિરાજસિંહ પરમાર, મામલતદાર પી.આર.સંગાડા, ડભોઇ નગર પાલિકા પ્રમુખ બીરેન શાહ, શહેર ભાજપ પ્રમુખ દીક્ષિત દવે, તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશ શાહ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ સહિત ભાજપ સંગઠન આગેવાનો અને વહીવટી સ્ટાફ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં પદયાત્રા માં જોડાયા હતા.
