વડોદરા શહેરના ખોડીયાર નગર સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં વીજળી કેબલ રીપેરીંગ કરતા એમજીવીસીએલના કર્મચારીઓ ઉપર ચાર વ્યક્તિઓ દ્વારા હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી
વીજ કંપનીના લાઈન મેન ફરિયાદી મહેન્દ્રભાઈ નાયકા એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓને સાથી કર્મચારીઓ અશ્વિનકુમાર વરિયા અને જયંતીભાઈ માછી ખોડીયારનગર સબ ડિવિઝન વિસ્તારમાં હાજર હતા ડેપ્યુટી એન્જિનિયર ચિરાગભાઈ સોનીએ ફોન કરી જણાવ્યું હતું કે શ્રીજી વિલા ફીડરની 11 કેવી વીજળી લાઇનનું કેબલ વીએમસીની કામગીરી દરમિયાન તૂટી ગયું છે જેને રીપેર કરવા જણાવ્યું હતું. દરમિયાન ત્રણેય કર્મચારીઓ શ્રીજી વિલા ફીડરલાઇનના કેબલની તપાસ કરતા સિદ્ધેશ્વર હોનેસ્ટ ફ્લેટ પાસે કેબલ તૂટેલા નું જાણવા મળ્યું હતું જ્યાં તેઓ રીપેરીંગ કામે લાગ્યા હતા. દરમિયાન ખોડીયાર નગર સબ ડિવિઝનના કમ્પ્લેન્ટ સેન્ટરમાં ફોન ઓપરેટ તરીકે કામ કરતા હર્ષદભાઈ પરમારે ફરિયાદીને ફોન કરી જણાવ્યું હતું કે ઓફિસે ત્રણ ચાર વ્યક્તિઓ
ટુ વ્હીલર સાથે આવ્યા છે અને લાઈટ વારંવાર કેમ કાપો છો? આટલો સમય રીપેરીંગ કેમ નથી થતું કંઈ ઝઘડો કરી રહ્યા છે આ વ્યક્તિઓએ છૂટા પથ્થર મારીને ઓફિસની બારીના કાચ તથા એક દરવાજો તોડી નાખ્યો છે ત્યારબાદ સિદ્ધેશ્વર હોનેસ્ટ ફ્લેટ રીપેરીંગ કામ કરતાં કર્મચારીઓ પાસે બે ટુ વ્હીલર ઉપર આવેલ ચાર વ્યક્તિઓ દીપકભાઈ રાણા મહેન્દ્રસિંહ પરમાર રતનલાલ ખટીક અને ચંદ્રકાંત પટેલ ગુસ્સામાં ગાળો બોલવા લાગ્યા હતા તેઓએ હજુ સુધી લાઈટ કેમ નથી ચાલુ કરી કઈ અશ્વિનભાઈ અને જયંતીભાઈ સાથે ઝપાઝપી કરી જ્યારે ફરિયાદીએ વચ્ચે પડવાનો પ્રયાસ કરતા તેમને પણ માર માર્યો હતો આ ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી વીજ કંપનીના કરમી દ્વારા બાપોદ પોલીસ માટે કે ફરિયાદ નોંધાવી હતી આ બનાવ સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડી તેમને કાયદાનો પાઠ ભણાવ્યો હતો
