Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • સાયકલિંગ થકી સ્વદેશીનો સંકલ્પ અને રાષ્ટ્રની એકતા માટે અનોખી પહેલ
  • ગુજરાત
  • વડોદરા

સાયકલિંગ થકી સ્વદેશીનો સંકલ્પ અને રાષ્ટ્રની એકતા માટે અનોખી પહેલ

Lokmat News Vadodara November 17, 2025 1 min read
4

ગુજરાત સરકારના ગુજરાત પ્રવાસન તથા રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજ્ય મંત્રીશ્રી ડૉ. જયરામ ગામીતની ઉપસ્થિતિમાં સાઈકલોથોનનો પ્રારંભ

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ‘ધ યુનિટી ટ્રેઈલ – સાયકલ ઓન સન્ડે’ બે દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટ તા. 16 અને 17મી નવેમ્બર-2025 દરમિયાન ભવ્ય રીતે યોજવામાં આવી રહી છે. જેના પ્રથમ દિવસે રવિવારે ગુજરાત સરકારના પ્રવાસન, રમત-ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રીશ્રી ડૉ. જયરામ ગામીતે લીલી ઝંડી આપીને સાઈકલોથોનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પાંચ કિમીની સાઈકલોથોનમાં સમગ્ર ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 650 થી વધુ સાઇક્લિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી તેમજ અધિકારીશ્રોએ પણ સાયકલ ચલાવી યુવાનોને ઉત્સાહિત કર્યા હતા.આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં આયોજિત સાઈકલોથોન ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના મંત્રને સાચા અર્થમાં પ્રોત્સાહતિ કરે છે. સ્વદેશી ઉત્પાદન, સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણપ્રેમી પરિવહનના સંદેશને પ્રસરાવવાનો આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ છે. કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને રાષ્ટ્રની એકતા, સ્વદેશી અને સ્વાવલંબનની ભાવનાને આગળ ધપાવવા અને વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકરા કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

સાયકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. નર્મદા જિલ્લાના સુંદર પ્રાકૃતિક નજારા અને એકતા નગરના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની વચ્ચે યોજાયેલી આ સાઈકલોથોન દેશભરના સાયકલિસ્ટો માટે વિશેષ આકર્ષણ બની રહી છે.સાયકલિંગ દ્વારા ફિટનેસ, સ્વચ્છતા, પર્યાવરણ સુરક્ષા અને રાષ્ટ્રીય એકતા જેવા મૂલ્યોને મજબૂત બનાવવાના સંકલ્પ સૌએ વ્યક્ત કર્યો હતો. આ સાઈકલોથોન યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થઈ હતી.આ કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ.દર્શનાબેન દેશમુખ, ફિલ્મ જગતના અગ્રણી શ્રી બોની કપૂર, સાયકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરીશ્રી મનિંદર પાલ, ગુજરાત પ્રવાસન વિભાગના સચિવશ્રી ડૉ. રાજેન્દ્ર કુમાર, ગુજરાત પ્રવાસન વિભાગના એમડી શ્રી પ્રભવ જોશી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેનશ્રી મુકેશ પુરી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમિત અરોરા, દેશભરના સાઇક્લિસ્ટો, મોટી સંખ્યામાં નાગરિકો સાઇક્લિસ્ટોને શુભેચ્છા પાઠવવા અને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત રહ્યા હતાં.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 22

Post navigation

Previous: સિદ્ધાર્થ એક્સલેન્સમાં ફર્નિચર સ્ક્રેપમાં આગ, ફાયરે સમયસર પહોંચી કાબૂ મેળવ્યો
Next: રસ્તો ક્રોસ કરી રહેલ યુવકને બાઈક ચાલકે ટક્કર મારતા યુવકનું મૃત્યુ

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.