સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી વડોદરા જિલ્લા અને શહેરમાં ચાલી રહી છે. વડોદરાની અંદર આપણે ડિસ્ટ્રિબ્યુશનની કામગીરી મહદઅંશે પૂરી કરી છે. વિશેષ કરીને જે સ્થળાંતરિતોનો પ્રશ્ન છે એમના સિવાયના તમામને આપણે આવરી લીધેલા છે. 90% થી વધારે ફોર્મ ડિસ્ટ્રિબ્યુશનની કામગીરી પૂરી થઈ છે.ફોર્મ કલેક્શનની કામગીરી પણ પેરેલલ આપણે ચાલુ કરી છે અને ઘણા બધા ફોર્મ્સ આપણને છેલ્લા ત્રણ દિવસમાં મળ્યા છે. આજે ફોર્મ મળ્યા છે એમને ડિજિટાઇઝેશનની પ્રક્રિયા પણ હાલના તબક્કે ચાલુ કરીએ છીએ.આગામી તબક્કે વિશેષ કરીને આપણે વડોદરા શહેરની અંદર જ્યાં સ્થળાંતરિતોની વસ્તી વધારે છે, આ કિસ્સાની અંદર આપણે કેમ્પ્સનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. આના સિવાય પણ દરેક ભાગોની અંદર કેમ્પ્સનું આયોજન થવાનું છે. આપણા તમામ 2576 મતદાન મથકો વાઇઝ આપણે કેમ્પનું આયોજન કરીશું.જે 101 વિસ્તારો એવા છે કે જેમની અંદર આપણે સ્થળાંતરિતોની સંખ્યા ખૂબ વધારે છે, આ કિસ્સાની અંદર ત્યાં સ્વયંસેવકો પણ સાથે બેસશે, બીએલઓ પણ સાથે હશે. અને કેમ્પ સવારે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી ચાલુ રહેવાના છે.આ દરમિયાન કોઈપણ ઇલેક્ટરસ, જેમને ફોર્મ ડિસ્ટ્રિબ્યુશન જો ન થયું હોય તો એ કિસ્સામાં ત્યાંથી પણ મેળવી શકશે. જે કિસ્સાની અંદર ઇલેક્ટર્સને પોતાનું મેપિંગ કરવામાં મુશ્કેલી થતી હોય, તો આ કેન્દ્રની અંદર આવીને મેપિંગમાં પણ બીએલઓ મદદ કરશે. એમના ફોર્મ એમને પરત આપવા હોય તો પરત પણ ત્યાં સુપ્રત કરશે.બીએલઓ ડોર-ટુ-ડોર એક્ટિવિટી તો કરવાના છે, પણ જે મતદારોને અહીંયા એક સ્થળે જઈને એમના બૂથ ઉપર જઈને, એમના બૂથના જે સ્થળ છે ત્યાં જ એમને જોડાવાનું રહેશે અને આ કામગીરી ત્યાં પણ કરવાના છે.તો હું આપના મારફતે અપીલ કરું છું કે મોટી સંખ્યામાં લોકો વિશેષ કરીને આ દિવસે જો મેપિંગ અને મેચિંગમાં મુશ્કેલી થતી હોય અથવા તો એમને ફોર્મ પરત આપવાનું હોય તો એ કેન્દ્રનો ઉપયોગ કરી શકે છે. સ્વયંસેવકો પણ મોટી સંખ્યામાં જોડાવાના છે. કોઈપણ માહિતી કે કોઈપણ કન્ફ્યુઝન હોય તો આપણા બીએલઓ મારફતે પણ આપવામાં આવશે.આ સાથે સાથે આપણે દરેક વોર્ડ કક્ષાએ, ડીઓ ઓફિસ અને ઈઆરઓ ઓફિસ પર વધારાના હેલ્પડેસ્કની રચના કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને કોઈ અરજદાર કે ઇલેક્ટર્સને મુશ્કેલી પડતી હોય તો ત્યાં એમનો સંપર્ક કરી શકે છે.
