વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૨ ના ઉત્સાહી કોર્પોરેટર સ્મિત છગનભાઈ આરદેશના (પટેલ) દ્વારા એક સુંદર અને જનકલ્યાણકારી પહેલ કરવામાં આવી છે. તેમણે પોતાના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવાને બદલે, સેવાકીય પ્રવૃત્તિ દ્વારા વોર્ડના રહેવાસીઓ સુધી પહોંચવાનો અને તેમને સરકારી યોજનાઓનો લાભ આપવાનો સુંદર પ્રયાસ કર્યો છે. બોર્ડ બારમાં શિક્ષણ સમિતિના નિસિધ દેસાઈ તેમજ ખોડાભાઈ ભરવાડ સાથે જ ગઈકાલે દિલ્હી ખાતે થયેલા બ્લાસ્ટ ને લઈ જન્મદિન ન મનાવી સેવાકીય કાર્યો કર્યા..વોર્ડ ૧૨ ના સભ્યોની સુખાકારીને ધ્યાનમાં રાખીને, સ્મિત આરદેશનાએ ‘સરકારી યોજનાઓનો કેમ્પ’ નું આયોજન કર્યું છે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સરકારી દસ્તાવેજો અને યોજનાઓનો લાભ સરળતાથી તેમના ઘરઆંગણે મળી રહે તે છે. આ કેમ્પ અકોટા તેમના નિવાસ્થાને રાખવામાં આવ્યો હતો…આયુષ્યમાન વય વંદના કાર્ડ: ૭૦ વર્ષથી ઉપરની વયના લોકો માટે.
સિનિયર સિટીઝન કાર્ડ: આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવક/લાઇટ બિલ, જન્મનો દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, મોબાઇલ નંબર લિંક હોય તેવું આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા સહિતના દસ્તાવેજો જરૂરી.રેશન કાર્ડ (EKYC): આધાર કાર્ડ, રેશન કાર્ડ, અને મોબાઇલ નંબર લિંક કરાવવાની પ્રક્રિયા.આધાર કાર્ડ (EKYC): આધાર કાર્ડ, રેશન કાર્ડ, અને મોબાઇલ નંબર લિંક કરાવવાની પ્રક્રિયાનો ત્રી દિવસીય મહા કેમ્પમાં 2000 લોકોએ ભાગ લીધો હતો ત્યારે આજે સમાપનના છેલ્લા દિવસે વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની ખાસ ઉપસ્થિત રહી સ્મિથ આર્દેશનાની આ પહેલે બિરદાવી હતી..
