વડોદરા શહેર પીસીબીએ ઇંગ્લિશ દારૂની ડીલેવરી કરવા જતા ઇસમને ડસ્ટર ગાડી સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
pcb ને બાતમી મળી હતી કે પ્રતાપ નગર રેલવે કોલોની માં રહેતો યુસુફ હુસેન દિવાન તથા અંકિત પ્રેમસિંગ રાઠોડ રેનોલ્ડ કંપનીની ગાડીમાં દારૂ ભરી જે દારૂ ભાવેશ દરબાર કે જે માજલપુર ગામ કુંભારવાડામાં રહે છે તેને અમરનાથપુરમ મેદાન સામે ડીલેવરી કરવા નીકળેલ છે અને થોડીવારમાં પહોંચવાના છે જે બાતમી આધારે પીસીબી એ માહિતી વાળી જગ્યાએ રેડ કરી એક ઇસમ સાથે ગાડી પકડી પાડી હતી. માંજલપુર પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ અન્વયે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પોલીસે યુસુફ દિવાનની ધરપકડ કરી છે જ્યારે અંકિત રાઠોડ કરણગીરી તથા ભાવેશ દરબારને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે વિદેશી દારૂ કિંમત રૂપિયા 62400 , મોબાઈલ , ગાડી મલી કુલ 3,67,400 નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
