પ્રિયલક્ષ્મી મિલ ગડનાળા પાસે મહાનગરપાલિકાની દબાણ વિરોધી કાર્યવાહી
વડોદરા શહેરના રેલ્વે સ્ટેશન નજીક આવેલા પ્રિયા લક્ષ્મી મિલ ગ૨નાળા વિસ્તારમાં આજે મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા મોટાપાયે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
મળતી માહિતી મુજબ, લાંબા સમયથી રસ્તા પર ગેરકાયદે રીતે ઉભી કરાયેલ લારી-ગલ્લા અને ખાવા-પીવાની લારીઓને કારણે ટ્રાફિકમાં અવરજવર મુશ્કેલ બની રહી હતી. નાગરિકોની સુવિધા અને માર્ગ વ્યવસ્થા સુચારુ રહે તે માટે દબાણ શાખાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનના સહકારથી સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
કાર્યકારી દરમિયાન અનેક લારીઓ અને ગલ્લાઓને દૂર કરી કબજે લેવામાં આવ્યા હતા. દબાણ શાખાના અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તાર ગેરકાયદે દબાણ હેઠળ હોવાથી સતત ફરિયાદો મળી રહી હતી, જેને ધ્યાનમાં લઈને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
