છાણી પોલીસ સ્ટેશન વિસ્તા૨માથી 11 ગુનાઓમાં ઝડપાયેલ અઢી કરોડથી વધુના દારૂનો ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં નાશ કર્યો હતો
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો ગેરકાયદેસર વેપાર અને સેવન અટકવાનું નામ લેતું નથી. કાયદાની રક્ષક પોલીસ હાઇટેક હોવા છતાં ગાંધી ના ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવી શકતી નથી પોલીસ છે એને કંઈ કરે છે એટલે કા તો અન્ય એજન્સીઓ દ્વારા રેડ કરાય છે ત્યારે પોલીસની આબરૂના ધજાગરા ઉડતા હોય એટલે સમયાંતરે કામગીરી થતી હોય છે અને તેમાં ઝડપાયેલ અને જપ્ત કરાયેલ દારૂનો નાશ કરાય છે
વડોદરાનુ છાણી પોલીસ સ્ટેશન છેલ્લા કેટલાક સમયથી દારૂના મુદ્દે ચર્ચામાં રહ્યું છે. થોડા સમય પહેલા આ વિસ્તારથી 2.69 કરોડનો દારૂ પકડાયો હતો, જેમાં તે સમયેના પી.આઈ. ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં પણ આ જ વિસ્તારમાં 62 લાખ રૂપિયાના દારૂ સાથે કન્ટેનર પકડાયું હતું.
આ બંને કેસોમાં કોર્ટનો દારૂ નાશ કરવાનો હુકમ હજી બાકી છે, તેથી તે દારૂને સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે. પરંતુ તે સિવાયના અન્ય 11 ગુનાઓમાં કબજે કરાયેલ કુલ 2.50 કરોડ રૂપિયાના દારૂનો આજે નાશ કરવામાં આવ્યો હતો.
કોયલી ગામની સીમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થાને ખુલ્લા મેદાનમાં પાથરી બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો દારૂ પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે દારૂના વ્યસનના કારણે સામાજિક આર્થિક પતન પણ થતું હોય છે પરિવારજનો હેરાન પરેશાન થતા હોય છે બાળકો પર વિપરીત પ્રભાવ પડતો હોય છે માટે દારૂ સહિતના વ્યસનો કરનારાઓએ દારૂ તેમજ અન્ય વ્યસનથી દૂર રહેવું જોઈએ
