વડોદરા : જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાએ ગુજરાતમાં પોતાની ઉપસ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે વડોદરામાં વધુ એક અત્યાધુનિક શોરૂમ અને સર્વિસ વર્કશોપનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ નવી સુવિધા વડોદરાના બ્રુકફિલ્ડ્સ 529, નવા યાર્ડ રોડ ખાતે સ્થિત છે.નવા શોરૂમમાં 4300 ચોરસ ફૂટ વિસ્તારનો સેલ્સ શોરૂમ અને 22,000 ચોરસ ફૂટ વિસ્તારનો સર્વિસ વર્કશોપ છે, જે ગ્રાહકોને સર્વગ્રાહી સેલ્સ અને આફ્ટરસેલ્સ સર્વિસીસ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. અહીં એમજીના આઈસીઇ અને ઇલેક્ટ્રિક વાહન (EV) બંને પ્રકારના મોડલનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.ઉદ્ઘાટન પ્રસંગે 50 એમજી વાહનોની સામૂહિક ડિલિવરી પણ કરવામાં આવી હતી, જે વડોદરા વિસ્તારમાં બ્રાન્ડની વધતી લોકપ્રિયતા અને ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બની.આ પ્રસંગે જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અનુરાગ મેહરોત્રા અને ચીફ કોમર્શિયલ ઓફિસર વિનય રૈના ઉપસ્થિત રહ્યા હતા.
અનુરાગ મેહરોત્રાએ જણાવ્યું કે,
> “ગુજરાત જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયા માટે એક મહત્વપૂર્ણ બજાર છે. વડોદરામાં અમારા નવા સહયોગી ભાગીદાર સાથે મળીને અમે ગ્રાહકોને વિશ્વ-સ્તરીય સેવા અને ફ્યુચર-રેડી મોબિલિટીની સુવિધા પૂરી પાડવાનું લક્ષ્ય ધરાવીએ છીએ.”
શુભારંભ પ્રસંગે એમજી વડોદરા ટેકાપોલોના ડીલર પ્રિન્સિપાલ મનન પટેલે જણાવ્યું કે,
> “અમે જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયા સાથે ભાગીદારી કરીને તેમના અદ્યતન પ્રોડક્ટ્સ અને શ્રેષ્ઠ સેવાઓ વડોદરા સુધી લાવીને ગર્વ અનુભવી રહ્યા છીએ.”
તેમજ ડિલર પાર્ટનર યોગેશ પાટીલે જણાવ્યું કે,
> “આ નવી સુવિધા વડોદરાના ઓટોમોબાઈલ ગ્રાહકોને ઉત્તમ અનુભવ અને ઝડપી સેવા આપશે, જે શહેરમાં એમજી બ્રાન્ડના વધતા પ્રભાવને વધુ મજબૂત બનાવશે.”
આ ઉદ્ઘાટન સાથે જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાએ ગુજરાતમાં પોતાની ઉપસ્થિતિને વધુ વ્યાપક બનાવી, ટેકનોલોજી અને ટકાઉ મોબિલિટી ક્ષેત્રે નવી દિશા આપી છે.
