વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા અભિયાન અને “ખેલે ભારત, તેજસ્વી ભારત”ના સપનાને સાકાર કરતા “સાંસદ ખેલ મહોત્સવ 2025” અંતર્ગત વડોદરા લોકસભાએ એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.
“વડોદરા લોકસભાની અનોખી સિદ્ધિ” રૂપે સાંસદ ખેલ સ્પર્ધામાં 2,00,000થી વધુ નોંધણી થઈ છે — જે સમગ્ર દેશમાં એક અદ્ભુત રેકોર્ડ ગણાય છે. આ નોંધણીના આંકડાને પાર કરીને વડોદરાએ સમગ્ર ભારતના ટોપ-10 લોકસભા ક્ષેત્રોમાં સ્થાન મેળવ્યું છે.આ ઐતિહાસિક સફળતા માટે સાંસદ ડૉ. હેમાંગ જોશીએ મુખ્ય સંયોજક શ્રી રુકમિલભાઈ શાહ, શ્રી લોકેશભાઈ શર્મા અને સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે વડોદરાના ખેલપ્રેમી યુવાનો, વિદ્યાર્થીઓ અને રમતજગતના ઉત્સાહથી આ સિદ્ધિ શક્ય બની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ખેલ મહાકુંભ અને સાંસદ ખેલ મહોત્સવ જેવા ઉપક્રમો યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ, સ્વસ્થતા અને એકતાનો સંદેશ ફેલાવે છે. વડોદરાની આ સિદ્ધિ એ સાબિત કરે છે કે રમત માત્ર સ્પર્ધા નહીં, પણ સંસ્કાર છે જે સમાજને એકતાના સુત્રમાં બાંધે છે.
