સમા પોલીસે ઇકો ગાડી માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સમા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ગોલ્ડન ચોકડી તરફથી એક મારુતિ સુઝીકી કંપનીની સફેદ રંગની ઇકોગાડી ગોલ્ડન ચોકડી તરફથી ફર્ટિલાઇઝર રોડ તરફ જનાર છે જે ઇકો ગાડીમાં અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છે જે બાતમી આધારે નેશનલ હાઈવે પ્લાઝો હોટલ પાસે દુમાડ બ્રિજ ચડતાં પહેલાં બાતમી વાળી જગ્યાએ પોલીસ હાજર હતી. ત્યારે બાતમી વાડી ઈકો ગાડી આવતા તેને રોકીને તપાસ કરતા ગાડીની પાછળની સાઈડમાં જોતા અંદરના ભાગમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ મળી આવ્યો હતો. કુલ 2 લાખ 51 હજાર 800 નો દારૂ તથા ઈકો ગાડી કિંમત 3,25,000 તથા મોબાઈલ મળી કુલ 5 ,81,800 ના મુદ્દામાલ સાથે શૈલેષ રાઠવા રહે કવાટ નવી વસાહત ફળિયુને ઝડપી પાડવામાં આવ્યો હતો તથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે નહીં પકડાયેલા આરોપીઓમાં ભરત , અશોકને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા
