વડોદરા મહાનગર પાલિકાના ફૂડ સેફ્ટી વિભાગની મોટી કાર્યવાહી : 31 નમૂના જાહેર થયા સબ-સ્ટાન્ડર્ડ
વડોદરા : શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ચિંતાજનક વિગતો સામે આવી છે. કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરોએ છેલ્લા બે મહિનામાં શહેરના વિવિધ નાના–મોટા રેસ્ટોરન્ટ, હોલસેલર અને રિટેલર પાસેથી 100થી વધુ નમૂનાઓ લીધા હતા. આ નમૂનાઓમાંમાંથી કુલ 31 નમૂનાઓ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પરીક્ષણ બાદ “સબ-સ્ટાન્ડર્ડ” જાહેર થયા છે.
ખાદ્ય સલામતી હેઠળ લેવામાં આવેલા નમૂનાઓમાં પેંડા, આઇસ્ક્રીમ, પનીર, ઘી, તેલ, કાજુ કતરી, મોતીચૂર લાડુ સહિતના ખોરાકનો સમાવેશ થાય છે. લેબોરેટરી રિપોર્ટ મળ્યા બાદ સંબંધિત વેપારીઓ અને ઉત્પાદકો સામે FSSAI ના કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયેલા નમૂનાઓમાં કેટલાક જાણીતા અને નામાંકિત સંસ્થાઓના નામો પણ સામેલ છે, જેના કારણે શહેરના વેપારી વર્ગમાં ફફડાટ મચ્યો છે. તેમાં ખાસ કરીને નીચે મુજબના વેપારીઓ અને ફૂડ યુનિટોના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા છે:
સબ સ્ટાન્ડર્ડ
- વિક્રમ એજન્સી, રાવપુરા ( સિલ્કન ટોકુ ફાર્મ )
- જય અંબે ડેરી ફાર્મ, ન્યુસા રોડ ( પનીર )
- સ્કાય સેવન ઈન્ફાટેક વાસણા-ભારતી રોડ (પનીર ટિક્કા મસાલા )
- મેસર સદારગમલ એન્ડ સન્સ પ્રતાપ નગર (ગાયનું દૂધ )
- હનુમાન ફુડ્સ, ચકલી સર્કલ ( મેંગો ક્રીમ બાઈટ )
- જય બજરંગ ફરસાણ એન્ડ ફાફડા વાસણા રોડ ( સેવ )
- રોયલ એગ્રો ફૂડ આજવા રોડ ( ટોમેટો કેચઅપ )
- મુરલીધર પ્રોવિઝન સ્ટોર છાણી ( તુવેર દાળ )
- કલાપી ફરસાણ, વાઘોડિયા રોડ (ઘી)
- કલાપી ફરસાણ વાઘોડિયા રોડ (પેંડા )
- ગાયત્રી ખમણ, માંજલપુર (તેલ)
- પેડાવાળા દુલીરામ શર્મા રાવપુરા ( કાજુ કતરી સિલ્વર ફોઈલ )
- શ્રી મહાલક્ષ્મી આઇસ્ક્રીમ એન્ડ જ્યુસ, હાલોલ રોડ (આઇસ્ક્રીમ વેનીલા )
- જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડ છાણી રોડ (કાજુ મેંગો )
- ગ્વાલિયર સ્વીટ્સ પ્રાઇવેટ લિમિટેડ રેસકોર્સ મોહનથાળ
- સંદીપ સ્વીટ-નમકિન, મકરપુરા (સ્વીટ)
- શ્રીનાથ ડેરી, વાઘોડિયા રોડ (ઘી)
- પટેલ ડેરી ફાર્મ, અકોટા સ્ટેડિયમ સામે (ઘી)
- મૈસુર ડીલીસીયસ કેફે વાસણા જકાતનાકા (સનફ્લાવર ઓઇલ )
- ગુપ્તા સ્વીટ એન્ડ ફરસાણ, તરસાલી (મોતીચૂર લાડુ )
- બ્લુ બફેલો વાસણા જકાતનાકા (ગાયનું દૂધ )
- ગણેશ મિલ્કબાર આજવા રોડ ( પનીર )
- કિરણ ફૂડ ઓલ્ડ છાણી રોડ ( પનીર )
- વર્ષા એસ્કોટિક ગોરવા ( ધી )
- શ્રીજી દૂગ્ધાલય મદનઝાપારોડ (ધી)
- સાઈ પંજાબી રેસ્ટોરન્ટ તુલસીધામ ચાર રસ્તા (ડ્રાય મંચુરિયન )
- શ્રી બજરંગ દૂધ ડેરી સમા ( ગાયનું દૂધ )
- શ્રી કૃષ્ણ ડેરી કોઠી ફળિયા ( ઘી )
- સાઈ પંજાબી રેસ્ટોરન્ટ તુલસીધામ ચાર રસ્તા ( પનીર )
- સ્વર્ણમ રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ નિઝામપુરા (પનીર , કાજુકતરી )
ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે આ રિપોર્ટને આધારે દરેક કેસમાં જરૂરી કાનૂની પગલાં લેવામાં આવશે જેથી નાગરિકોને ગુણવત્તાવાળો અને સુરક્ષિત ખોરાક મળી શકે.
