Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • વડોદરા
  • સયાજીગંજમાં નજીવી બોલાચાલીમાં યુવકની હત્યા 
  • વડોદરા

સયાજીગંજમાં નજીવી બોલાચાલીમાં યુવકની હત્યા 

Lokmat News Vadodara October 6, 2025 1 min read
2

વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નજીવી બાબતે થયેલા ઝઘડાએ ગંભીર અને લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સયાજીગંજ રેલવે લાઈન વિસ્તારમાં આવેલા મહારાજાનગરમાં રાહુલ ખેડે કર નામના યુવકે સામાન્ય બોલાચાલીમાં લોખંડની કોશ મારી દેતા અજય સાને (ઉંમર વર્ષ 30) નામના યુવકનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક પણ ઘાયલ થયો છે.

મળતી માહિતી મુજબ, સયાજીગંજ વિસ્તારમાં નજીવી બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં મૃતક અજય સાને અને અન્ય ઇજાગ્રસ્ત યુવક વિકાસ મોરે ઝઘડો શાંત પાડવા માટે વચ્ચે પડ્યા હતા. સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ, રાહુલ ખેડેકર નામના ઈસમે આ બંને યુવકો પર લોખંડની કોશથી અચાનક હુમલો કરી દીધો હતો.

ઇજાગ્રસ્ત વિકાસ મોરેએ જણાવ્યું હતું કે, “અમે વાત કરવા માટે ઊભા રહ્યા હતા અને હાથ ચાલાકી કરી કોશ મારી દીધી હતી. મારી સાથે જે ભાઈ હતો તેની પત્ની સામે ટિપ્પણી કરતા, આવું કેમ બોલ્યો તેમ કહેતા જ અચાનક કોશ મારી દીધી હતી.” તેમણે વધુમાં ઉમેર્યું કે, તેઓએ ઝઘડો કર્યો જ નહોતો, માત્ર વાત વાતમાં બોલાચાલી થતાં હુમલાખોરે માર માર્યો હતો.

આ હુમલામાં અજય સાનેને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત વિકાસ મોરેને પણ માથાના ભાગે ઇજાઓ પહોંચી હોવાથી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને સયાજી હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. સયાજીગંજ પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ ઘટનાને અંજામ આપનાર આરોપી રાહુલ ખેડેકરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 19

Post navigation

Previous: પોર બ્રિજ ઉપર ટ્રકની પાછળ ટ્રક ઘુસી : ચાલકનું રેસ્ક્યુ કરી દવાખાને સારવાર અર્થે ખસેડાયો
Next: વડોદરા નજીક પાવાગઢ દર્શનાર્થીઓને લૂંટી લેનાર ચાર સભ્યોની ગેંગ ઝડપાઈ

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.