વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા વડોદરા શહેર અને જિલ્લાના બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમ નુ આયોજન કર્યું હતું
વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા “બ્રાહ્મણ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઘોરાણ-૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ સન્માન સમારોહ આજે રવિવાર, . ૫ મી ઑક્ટોબર ૨૦૨૫ના રોજ બપોરે ૨ વાગે સર સ.યાજીરાવ મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો.કાર્યક્રમમાં યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી આશ્રય કુમારજી મહોદયશ્રી ગાયત્રી ઉપાસક પૂજ્ય શ્રી હર્ષદ બાપા કુબેર ભંડારી મંદિર કરનાળીના દિનેશ ગીરી મહારાજ તેમજ દરભાવતીના ધારાસભ્ય તેમજ વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના ઉપપ્રમુખ ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષભાઈ મહેતા બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ ગુજરાતના પ્રમુખ શ્રીમતી મીનાબેન મહેતા મહામંત્રી શ્રીમતી રંજનબેન ભટ્ટ વડોદરા પ્રમુખ શ્રીમતી કિર્તીબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સમાજના વિવિધ ગણમાન્ય આગેવાનો, સંતો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવો એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા તથા આગામી શૈક્ષણિક કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી
