ગઈકાલે વડોદરાના અટલાદરા પાદરા મેનરોડ ખાતે ગુનીયલ ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લુહાર – સુતાર પ્રગતિ મંડળ અને વિશ્વકર્મા સમાજ દ્વારા રાત્રી આફ્ટર નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ગરબા રમી માતાની આરાધના કરી હતી સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક થઈ છે તેને લઈને પણ સમાજ દ્વારા હર્ષની લાગણી વ્યક્ત કરી જગદીશ વિશ્વકર્માને શુભેચ્છા આપવામાં આવી હતી રાત્રી આફ્ટર નવરાત્રીના પ્રસંગે 2500 કરતાં વધુ દિવડા ની આરતી કરવામાં આવી હતી જેમાં જય ભવાની ગ્રુપના રાજુભાઈ ઠક્કર તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
