સમગ્ર મામલે F ડિવિઝન એસીપી પ્રણવ કટારીયા દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈકાલે માંજલપુર પોલીસને જાણ થઈ હતી કે માજલપુર જીઆઇડીસી માંથી મકરપુરા હનુમાનજી મંદિર તરફ એક રસ્તો જાય છે ત્યાં એક ગાડી પડેલ છે ગાડીમાં તોડફોડ થયેલ છે એ પ્રકારની માહિતી મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં સ્થળ સ્થિતિ જોતા ગાડીમાં તોડફોડ થયેલ જણાઈ હતી. ત્યારબાદ તે ગાડીના નંબરના આધારે તેના માલિકની વિગત કાઢી તેનો સંપર્ક કરતા એનો માલિક મળી આવતા તેની પૂછપરછ કરતાં તેનું નામ નિહાલ જમાલુદ્દીન સિદ્દીકી ઉંમર વર્ષ 28 જે માજલપુર જીઆઇડીસી કોલોની ખાતે રહે છે એના જણાવ્યા મુજબ અજાણ્યા ઇસમોએ એની સાથે જીઆઇડીસી રોડ તરફથી આવતા એકસીડન્ટ થયેલ એકસીડન્ટ થતા ઓવરટેકિંગ કરતાં ટુવિલર ચાલકોએ ત્યાં પડેલી ઈંટોથી તેની ગાડીને નુકસાન કરેલ એ મુજબ એનસી ફરિયાદ 38 / 2025 થી ભારતીય ન્યાય સહીતાની કલમ 115- 2 , 324 , 54 મુજબ આ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ ફરિયાદી નિહાલ સિદ્દીકી ઇજાગ્રસ્ત થયેલ છે સારવાર સર્ટિફિકેટ આવવાથી પોલીસ આગળની કાર્યવાહી કરશે તેમ અધિકારી દ્વારા જણાવ્યું હતું
