આગામી 9 ઓક્ટોબર ના રોજ કડવા ચોથ આવી રહી છે જેને લઈને વડોદરા શહેરના બજારોમાં કડવા નું વેચાણ જોવા મળી રહ્યું છે…..
સુહાગન બહેનો કરવા ચોથ કરતી હોય છે જે વ્રત પતિના લાંબી આયુષ્ય માટે કરતી હોય છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં કરવા નું ખૂબ જ મહત્વ હોય છે ત્યારે વડોદરા શહેરના બજારમાં અવનવા કરવા નું વેચાણ જોવા મળી રહ્યું છે રાકેશભાઈ પ્રજાપતિ એ જણાવ્યું કે આ કરવા પંચ દ્રવ્ય માંથી બનાવવામાં આવે છે આ કરવા બનાવવામાં બહેનોનો મહત્વનો ફાળો હોય છે. કડવા ચોથ સુહાગન બહેનો કરતી હોય છે અને પતિના લાંબી આયુષ્ય માટે કરતી હોય છે અને રાત્રિના સમયે ચંદ્ર ને જોઈને ઉપવાસ છોડવામાં આવતો હશે ત્યારે વડોદરા શહેરના બજારમાં માટીના કરવા નું વેચાણ જોવા મળી રહ્યું છે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા 1000 થી વધુ કરવા બનાવવામાં આવ્યા છે આગામી સમયમાં કરવા ચોથ ને લઈને બહેનો તેની ખરીદી કરતી હોય છે અને કરવા ની ચોથના દિવસે પૂજા કરતી હોય છે.
