વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તહેવારને અનુલક્ષી શહેરમાં ઠેર ઠેર ખાદ્ય ચીજોનું વેચાણ કરતી દુકાનોમાં સઘન ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે , આવતીકાલે દશેરા પર્વ છે જેને લઈ વેપારીઓ દ્વારા મોટી માત્રામા ફાફડા જલેબી સહિતની ચીજ વસ્તુઓ બનાવવામાં આવતી હોય છે, ત્યારે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા એક દિવસ આગળ તપાસ કામગીરી કરી પોતાનું અસ્તિત્વ સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે.આવતીકાલે દશેરો છે અને આજે સેમ્પલ લેવાઈ રહ્યા છે તે સેમ્પલોનું પરિણામ જ્યારે આવશે ત્યાં સુધી જો કોઈ અખાધ્ય વસ્તુ હોય તો તે તો ગ્રાહકો આરોગી પણ જશે પણ દર વખતે આરોગ્ય શાખાની આ રીતની કામગીરી ટીકાને પાત્ર બનતી હોય છે.પણ આ કામગીરીની અંદર કોઈ ફેરફાર કરાતા નથી. દશેરાના તહેવારને અનુલક્ષીને ફૂડ સેફટી ની આઠ ટીમો એ શહેરના વિવિધ વિસ્તારોમાં ફાફડા જલેબી સહિતની ઉત્પાદન કરનાર એકમોમાં તપાસ કામગીરી હાથ ધરી હતી ફાફળા જલેબીના રો મટીરીયલ માંટે વપરાતુ તેલ બેસન ઘી કે બનેલ જલેબી ફાફળા દરેક વસ્તુ કાયદા મુજબ છે કે કેમ ગુણવત્તા જળવાઈ છે કે કેમ તેની ચકાસણી કરવા ફૂડ સેફ્ટિં ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ અને સેમ્પલ એકત્ર કરી પ્રયોગશાળામાં પાઠવ્યા છે વિવિધ વિસ્તારોની કામગીરી અંતર્ગત આજે ફૂડ ઇન્સ્પેક્ટર જીગ્નેશ ગોહિલની ટીમ દ્વારા નોવીનો વિસ્તારમાં આવેલ લક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણમાં તેલ બેસન જલેબીના નમુના લઇ લેબમાં તપાસ સાથે મોકલ્યા હતા જે સંદર્ભે અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી
