ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા 45 માં વર્ષે આવતીકાલે દશેરાની સાંજે પોલો મેદાન ખાતે રામલીલાના મંચન બાદ રાત્રીના રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાઓના દહન નું આયોજન કરાયુ છે અસત્ય પર સત્યના વિજય તરીકે ઉજવાતી દશેરાના પર્વે રામલીલાના મંચનમાં 60 બાળકો 35 મહિલાઓ સહિત 147 કલાકારો જોડાયા છે દશેરા પૂર્વે આગરા થી આવેલ કારીગરો દ્વારા રાવણ મેઘનાથ અને કુંભકરણના પૂતળાને જીઆઇડીસી માં બનાવવાની શરૂઆત કરી દેવાની હતી આજે તે પૂતળા જીઆઇડીસી થી ટ્રેલરમાં પોલો ગ્રાઉન્ડ લવાયા હતા જ્યા નિષ્ણાંતોની ઉપસ્થિતિ વચ્ચે ત્રણે પૂતળા ઉભા કરવામાં આવ્યા હતા આજે દશેરા પૂર્વે પોલો મેદાન ખાતે ફાઇનલ પ્રેક્ટિસ રામલીલાની પણ થનાર છે આવતીકાલે છ થી નવ વાગ્યા સુધી રામલીલાના મંચન બાદ રાત્રિના રાવણ કુંભકરણ અને મેઘનાથના પૂતળાઓનું દહન કરાશે સમગ્ર આયોજન સંદર્ભે નિક્કાના અગ્રણી પ્રવીણ ગુપ્તા દ્વારા વિશેષ માહિતી આપી હતી
