27 મી ઓગસ્ટે બિહારના દરભંગા જિલ્લામાં રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા માટે સ્વાગત મંચ બનાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમ બિહાર યુથ કોંગ્રેસના મોહમ્મદ નોશાદે આયોજિત કરાવ્યો હતો
દરમિયાન અચાનક મોહમ્મદ રીઝવી ઉર્ફે રાજા નામનો એક શખ્સ મંચ ઉપર પહોંચ્યો હતો અને માઈક પરથી પ્રધાનમંત્રી અને તેમના સ્વર્ગસ્થ માતા વિશે અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરી હતી. જોકે તે સમયે રાહુલ ગાંધી ત્યાં હાજર નહોતા આ મામલે ફરિયાદ પણ નોંધાઇ છે
સમગ્ર દેશમાં ભાજપ કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો છે. વિરોધરૂપે આજે વડોદરા શહેર ભાજપ દ્વારા શહેર અધ્યક્ષ ડાં જયપ્રકાશ સોનીજીની આગેવાનીમાં અકોટા–દાંડિયા બજાર ચાર રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતુ આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નિવેદન સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભાજપ અગ્રણીઓ દ્વારા જણાવ્યું હતું કે સમગ્ર પ્રકરણમાં હજુ સુધી રાહુલ ગાંધીએ ખેદ વ્યક્ત કર્યો નથી કે માફી પણ માંગી નથી સાથે જ રોશ વ્યક્ત કરાયો હતો
ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો જોકે પોલીસ પૂતળું લઈ ગઈ હતી
