વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે આજે ક્રેડાઈ વડોદરા દ્વારા આયોજિત નવરાત્રી ફેસ્ટિવલ ૨૦૨૫ ના ભૂમિપૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
મા આદ્યશક્તિ મા અંબેના આશીર્વાદ સાથે, ગણેશ મહોત્સવની શુભ ક્ષણોમાં, ક્રેડાઈ વી.એન.એફ. (CREDAI VNF) ટીમ દ્વારા આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૧૦:૩૦ વાગ્યે શરૂ થયેલા આ પ્રસંગે વડોદરાની મેયર પિન્કીબેન સોની, અગ્રણી ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ તથા ક્રેડાઈના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રસંગને સંબોધતા ક્રેડાઈ વડોદરાના પ્રમુખે જણાવ્યું કે, “નવરાત્રી ફેસ્ટિવલ માત્ર ગરબા પૂરતો સીમિત નથી, પરંતુ વડોદરાની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિબિંબ છે. આ વર્ષે પણ સુરક્ષા અને સુવિધાઓનું પૂરતું ધ્યાન રાખીશુ જેથી દરેક વ્યક્તિ ઉત્સવનો ભરપૂર આનંદ માણી શકે.”
આગામી સમયમાં ફેસ્ટિવલ અંગેનું વિગતવાર આયોજન તબક્કાવાર જાહેર કરવામાં આવશે.
