વડોદરાના માજલપુર વિસ્તારના નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા આજે વહેલી સવારે શ્રીજી ની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આગમન યાત્રા શ્રદ્ધાપૂર્વક પાણીગેટ વિસ્તારમાંથી માંડવી તરફ જઈ રહી હતી દરમિયાન સીટી પોલીસ મથક પાસે અસામાજિક તત્વો દ્વારા આગમન યાત્રા ઉપર ઈંડા ફેકવામાં આવતા ભારે તણાવ સર્જાયો હતો આ બનાવને લઈને શહેર પોલીસ તંત્ર દોડતું થયું હતું દિવસ દરમિયાન આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સેસની મદદથી ગણતરીના કલાકોમાં જ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા એક આરોપી સગીર છે
ઝડપાયેલા બે આરોપીઓમાં સુફિયાન ઉર્ફે ગામા સલીમભાઈ મન્સુરી તેમજ શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમ્મદ ઈર્શાદ કુરેશી અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીરનો સમાવેશ થાય છે આ ઘટના બાદ પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ અને બંદોબસ્ત પણ વધારી દીધો છે
