ચોથી સપ્ટેમ્બરના રોજ બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા છે તે પૂર્વે કલેકટર કચેરી ખાતે કલેકટર અનિલ ધામેલીયા જિલ્લા રજીસ્ટાર , બરોડા ડેરીના ચેરમેન દીનુંમામા , વાઇસ ચેરમેન જી બી સોલંકી જિલ્લાની પાંચે વિધાનસભા બેઠકના ધારાસભ્યો શૈલેષભાઈ મહેતા , ધર્મેન્દ્રસિંહ વાઘેલા , અક્ષયભાઈ પટેલ , ચૈતન્યસિંહ ઝાલા તેમજ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની ઉપસ્થિતિ વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
બેઠક સંદર્ભે બરોડા ડેરીના ઉપપ્રમુખ જી બી સોલંકી દ્વારા જણાવ્યું હતું કે ડીસ્ટ્રીક કમિટીની મીટીંગ હતી આ મીટીંગ દરેક ડિસ્ટ્રિક્ટમાં થાય છે એના અધ્યક્ષ કલેક્ટર હોય છે જે અંતર્ગત અમે આવ્યા છીએ આમ કહીને તેમને ટૂંકો જવાબ આપવાનો યોગ્ય સમજ્યું હતું.
બરોડા ડેરીના ચેરમેન દિનુમામા દ્વારા આજની બેઠક સંદર્ભે જણાવ્યું હતું કે સહકારથી સમૃદ્ધિ જિલ્લામાં શું એક્ટિવિટી થઈ ? કઈ એક્ટિવિટી કરવાના છે ? તે પ્રમાણેની અધિકારીઓ સાથે બેઠક મળી હતી જેમાં ધારાસભ્યો ઉપસ્થિત હતા ભાવફેર મુદ્દે પૂછાતા સારો ભાવ ફેર આપવા અંગે કીધું છે જે મંડળી બંધ થઈ છે તે ચાલુ કરવાની વાત હતી તે મંડળી ચોક્કસ ચાલુ કરવા કીધું છે ભાવ ફેર મુદ્દે જણાવ્યું હતું કે જે સરકારી ધારાધોરણ પ્રમાણે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે નફાની વહેંચણી અમે કરતા હોઈએ છીએ AGM ના સ્થળને લઈને પણ સ્પષ્ટતા કરી હતી. તેમને જણાવ્યું હતું કે ડેરી બે જિલ્લાઓનો સંઘ છે વડોદરા અને છોટાઉદેપુર બે વર્ષ પૂર્વે 150 કરોડના ખર્ચે બોડેલી અહલાદપુરા ક્ષીત કેન્દ્ર ખાતે 3 લાખ પાઉચ પેકિંગ દૂધ બનાવવાની 150 કરોડના ખર્ચે ડેવલોપમેન્ટ કરી ત્યાં ને ત્યાં પ્રોસેસિંગ કરી એ વિસ્તારમાં પણ દૂધ જાય માટે ડેરી પ્રોજેક્ટ કર્યો છે. 67 વર્ષ એ વિસ્તારના લોકો અહીં આવ્યા હોય તો 68મી સાધારણ સભા માટે એ વિસ્તારના લોકોની પણ લાગણી હોય દૂધ ઉત્પાદકો માટે સરસ સમાચાર મળશે તેમ દીનુ મામાએ જણાવ્યું હતું.
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા જણાવ્યું હતું કે વાર્ષિક સાધારણ સભાને અનુલક્ષીને બેઠક મળી હતી મંડળીના સભાસદો પશુપાલકોએ લેખિતમાં અમને સૌને રજૂઆત કરી હતી જેના અનુસંધાને ભેગા થયા હતા કે AGM મા સારો એવો ભાવ ફેરની રકમ મળે પાંચેય ધારાસભ્યોની ઉપસ્થિતિ વચ્ચે આજે આ વાતને લઈને કલેકટરની અધ્યક્ષતામાં આ વાતની મીટીંગ હતી. બરોડા ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન અને એમડીએ અમને કહ્યું છે કે સો ટકા ભાવફેર ની રકમ ખૂબ સારી હશે જે પણ નિર્ણય લેવાશે પશુપાલકોના હિતમાં લેવાશે બીજા નંબરની અંદર જે મંડળીઓ બંધ થઈ છે. રાજકીય કિન્નાખોરીમાં જે મંડળીઓ બંધ થઈ છે તેમાં પશુપાલકોને અને સભાસદોને હેરાનગતિ થાય છે તે મંડળી તાત્કાલિક ધોરણે ચાલુ કરવાની પણ અમારી રજૂઆત છે તે વાતને પણ ટૂંક સમયમાં જે મંડળી બંધ છે તેને તાત્કાલિક ધોરણે ચાલુ કરીશું તેમ જણાવ્યું છે આ સહકારી સંસ્થા છે ત્યારે કલેકટરની અધ્યક્ષતામાં આજની મીટીંગ એવી હતી કે ચોથી તારીખની AGM મા જે સારો નિર્ણય લેવાનો. આજે પોઝિટિવ અમને જવાબ આપ્યો છે વિશ્વાસ રાખીએ કે સો ટકા બરોડા ડેરીના નિયામક મંડળ પશુપાલકોના હિતમાં સારો નિર્ણય જ લેશે. આઠ મુદ્દાની મંડળીઓની રજૂઆત પર ચર્ચા થઈ છે આઠે આઠ મુદ્દાઓને પોઝિટિવ લઈને તાત્કાલિક ધોરણે એ મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટેની બાંહેધરી આજની મિટિંગમાં અપાઇ છે. આખી કમિટી AGM મા બોલાવાય જેથી તેમનો સંવાદ પણ થઈ શકે. રજીસ્ટરમાં સાધારણ સભા પૂર્વે સહી લેવાય છે તો સહી AGM પત્યા પછી સહી લેવાય તે અંગે પણ જણાવ્યું છે. જે નિર્ણય લેવાશે તે લોકોના હિતમાં લેવાશે તેવી એ લોકોએ બાંહેધરી આપી છે.
