ગઈકાલે શ્રીજી આગમન યાત્રા દરમિયાન ઈંડુ ફેકવા અંગેની ઘટના બાદ પોલીસ એકશનમાં આવી છે.ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં ઝોન થ્રી વિસ્તારમાં કોમ્બીગ હાથ ધરવામાં આવ્યું હતુ
એ સી પી ગૌતમ પલસાણાની ટીમ પણ કાર્યવાહીમાં સામેલ થઈ હતી વાડી પોલીસ સ્ટેશન પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ કાર્યવાહી હાથ ધરાઇ હતી તમામ મકાનોમાં જઈ જરૂરી દસ્તાવેજો સાથે વાહનોનુ પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તમામ ગતિ વિધિ પર પોલીસની બાજ નજર છે. સંવેદનશીલ વિસ્તારોમાં સતત પોલીસ ચેકિંગ કરી રહી છે.આવનારા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે વડોદરા શહેર પોલીસ એલર્ટ છે.ડીસીપી ઝોન થ્રી અને ડીસીપી ઝોન ફોર ની ટીમ કોમ્બિગ કાર્યવાહીમાં સામેલ થઈ હતી. તથા વિવિધ એજન્સીઓ દ્વારા કોમ્બિગ હાથ ધરાયુ હતુ .શાંત સલામત સંસ્કાર નગરી વડોદરાની સુરક્ષા વ્યવસ્થાને લઈ પોલીસ તંત્ર સજજ બન્યું છે. તહેવારોમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે જેથી શહેરીજનો શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે તહેવારોની ઉજવણી કરી શકે
